સમસ્ત્ પાટીદાર કન્યા છાત્રાલય બચાવ સમિતી દ્વારા આટકોટ એસ.પી.એસ સંકુલ ખાતે મીટીંગ યોજાઈ
સમસ્ત્ પાટીદાર કન્યા છાત્રાલય બચાવ સમિતી – આટકોટ દ્વારા તારીખ ૨-૧૦-૨૦૨૪ ને બુધવાર ના રોજ યોજાયેલ ચિંતન શિબિર મા બહોળી સંખ્યા મા પધારેલ જસદણ- વિછીયા- બાબરા તાલુકાના દરેક ગામ ના પાટીદાર સમાજ ના આગેવાનો ની ઉપાસથીમા એજન્ડા મુજબ નો દોર ચાલવામા આવતો હતો. આ માટીંગ મા ખાસ ઉપસ્થિત મોરબી થી પધારેલ પાટીદાર સમાજ ના આગેવાન ટી.ડી.પટેલ, યુવા ઉદ્યોગપતિ ગિરધરભાઈ વેકરીયા, સમાજ આગેવાન ચંદુભાઈ કરછી, મહેશભાઈ ભાયાણી, પ્રેમજીભાઈ સરપંચ, ધીરુભાઈ રામાણી, જે. ડી. ઢોલરીયા, વલ્લભભાઈ લાડોલ, જે. પી. વિરજા, વીનુંભાઈ ધડુક, ભુપતભાઈ કેરાળીયા, બાબુભાઈ છાયાણી, કાળુંભાઈ કાપડિયા વગેરે બહોળી સંખ્યા મા પાટીદાર આગેવાનો એ હાજરી આપી હતી. આ ચિંતન શિબિર મા મહત્વના એજન્ડા સાથે વાત કરવા મા આવી હતી. અને સાથોસાથ હાલ કન્યા છાત્રાલય સંચાલન બાબતે જે પ્રશ્નો છે તેની વાત કરવામા આવેલ હતી. અને આવનારા દીવસો મા દરેક ગામે- ગામ થી ૧૧-૧૫ સભ્યોની સમિતી બનવાનું સર્વનું મતે નકી કરવા માઆવેલ છે. તેમજ છાત્રાલય ના ટ્રસ્ટીઓની રૂબરૂ મુલાકાત લયને વિવાદિત ટ્રસ્ટી ના રાજીનામું લય સંસ્થા ના ટ્રસ્ટ માથી છુટા કરવા રજૂઆત થશે. અને આવનારા દીવસોમા છેવાડાના ગામ ની સામાન્ય ઘરની દીકરીને પોસાય તેવી નજીવી ફી સાથે શિક્ષણ મળે રહે તેવી વવસ્થા ગોઠવા સામાજ ના આગેવાનો એ હાકલ કરી છે. અને આગામી દિવસોમા નવ નિયુક્ત મનેજીંગ ટ્રસ્ટી હરેશ ભાઈ પરવાડીયા સાથે સમિતી ના સભ્યો ની માટીંગ કરીને પાટીદાર સમાજ ની દીકરીયો ને અભ્યાસ બાબતે પડતી મુશ્કેલીઓ ની રજુવાત કરીને પ્રશ્નોના સોલ્યુંસનો લાવવામાં આવશે. આ મિટીંગ નું સંચાલન કમલેશ હિરપરા દ્વારા કરવા આવેલ હતું. તેમજ એજન્ડા વાચન વલ્લભ ભાઈ ખાખરીયા દ્વારા કરાયું હતું. ગજેન્દ્રભાઈ રામાણી દ્વારા છાત્રાલય ની સ્થાપના કાળ થી આજ સુધીનો ટુંક સાર રજુ કરવા મા આવેલ હતો. આ ચિતનશિબિર ને સફળ બનાવવા મનશુખ હીરપરા, ઘનશ્યામ સતાણી, મનશુખ ડામસિયા, સુનીલ ખોખયીયા, ડો. ચિરાગ કાકડિયા અને એલ. બી. દેસાઈ એ જહેમત ઉઠાવેલ હતી. આ મિટીંગ એસ. પી. એસ. સંકુલ- આટકોટ ખાતે યોજાય હતી. મિટીંગ ની વ્યવસ્થા કેવલ હીરપરા, રોહિત સોજીત્રા, અભય હીરપરા અને યુવાનો ની ટીમ દ્વારા કરવામા આવેલ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.