વિંછીયાના આસલપુર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્‍સો પકડાયા - At This Time

વિંછીયાના આસલપુર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્‍સો પકડાયા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિંછીયા પોલીસે આસલપુર ગામની સીમમાં રેઇડ કરી જાહેરમાં  જુગાર રમતા ૭ શખ્‍સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આસલપુર ગામે હજામની ધાર વાળી વાડી વિસ્‍તારમાં કાચા રસ્‍તે પીપરના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયા પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) ગોપાલ મોરભાઇ ભુવા ધંધો ખેતી રહે. આસલપુર (ર) સંદીપ ભરતભાઇ માતરીયા ધંધો વેપાર રહે. બોટાદ (૩) સંજય કાનજીભાઇ ખડસલીયા ધંધો ટ્રેડીંગ રહે. બોટાદ (૪) વિજય હિંમતભાઇ મકાણી ધંધો હિરાઘસુ રહે. ભદરાવાડી તા.જી.બોટાદ (પ) મુનેશ કરશનભાઇ વસોયા ધંધો હીરાઘસુ રહે. બોટાદ મીરાપાર્ક (૬) રમેશ શંકરભાઇ માથોડીયા ધંધો હીરાઘસુ રહે. સેથળી તા. બોટાદ તથા (૭) અરવિંદ બંસીભાઇ દાણીધારીયા ધંધો હિરાઘસુ રહે. દેસાઇનગર ભાવનગરને રોકડા રૂા. રપ૦૩૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.