વેરાવળ એસ.ટી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો - At This Time

વેરાવળ એસ.ટી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો


વેરાવળ એસ.ટી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો
------------------
ગીર સોમનાથ, તા.૦૧: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪‘ના અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા‘ની થીમ હેઠળ વેરાવળ ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો હતો.

આ મેડિકલ ચેકઅપ કેમ્પ અંતર્ગત વેરાવળ એસ.ટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, ટ્રાફિક, વહીવટી સ્ટાફ, સ્વીપર, વોચમેનની વજન, બ્લડપ્રેશર, હિમોગ્લોબીન વગેરેની મેડિકલ ચેકઅપ કરવામાં આવી હતી.

મેડિકલ ચેકઅપ કેમ્પમાં વેરાવળ ડેપોના લાઈઝન અધિકારીશ્રી અને વિભાગીય પરિવહન અધિકારીશ્રી ખાંભલા અને એસ.ટી. નિગમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.