શિહોર તાલુકાના ધ્રુપકા પ્રાથમિક શાળામાં 71 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

શિહોર તાલુકાના ધ્રુપકા પ્રાથમિક શાળામાં 71 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી


સિહોરની ધ્રુપકા પ્રાથમિક શાળાનાં ૭૧ માં સ્થાપના દિવસની આજરોજ 1 ઓગસ્ટ 24 ના રોજ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી
આ ઉજવણીનાં ભાગરૂપે શાળામાં આનંદ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાનાં જ બાળકોએ ૩૫ જેટલા સ્ટોલમાં વિવિધ વાનગીઓ બનાવી વેચાણ કરેલ.
આ સ્વાદિષ્ટ વાનગીઓ ખરીદી અને આરોગી લોકો ખુબજ ખુશ જોવા મળ્યા હતા.
આ તકે શાળાનાં આચાર્ય શ્રી તેમજ શિક્ષકગણ, ધ્રુપકા પૂર્વ સરપંચ તેમજ સમગ્ર ધ્રુપકા ગામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરી આનંદ માણ્યો હતો.

રિપોર્ટર અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.