*૨જી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાની ૩૫૮ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું* - At This Time

*૨જી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાની ૩૫૮ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું*


*૨જી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાની ૩૫૮ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું*
-------
*જિલ્લા-તાલુકાના તમામ વિભાગના વર્ગ-૧ તથા વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિ*
------
છોટાઉદેપુર, બુધવાર:- પરમ પુજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે તા.૦૨/૧૦/૨૦૨૪ના રોજ પંચાયતી રાજ ભારત સરકારની સ્થાયી સુચના મુજબ છોટાઉદેપુર જિલ્લાની કુલ-૩૫૮ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું સફળતાપુર્વક આયોજન કરાયું હતું .
ગ્રામસભામાં ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ જેવા કે ગ્રામ પંચાયત મંત્રી, ગ્રામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, શિક્ષકો, જિલ્લા-તાલુકાના તમામ વિભાગના વર્ગ-૧ તથા વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ તથા સલંગ્ન તમામ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભામાં એજન્ડા મુજબ ગ્રામ પંચાયતોના હિસાબોનું વિવરણ, સરકારશ્રીના તમામ વિભાગની વિવિધ યોજનાઓ, રાજય સરકારશ્રીના ફ્લેગશીપ કાર્યક્રમો, ગામના વિકાસના કામો, પાણી, અન્નપુરવઠો, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા જેવા તમામ મુદ્દાઓની ચર્ચા કરી પરિણામલક્ષી કામગીરી કરવા નક્કી કરવામાં આવ્યું હતું.

વધુમાં ઉન્નત ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પંચાયતી રાજ મંત્રાલય પાયાના સ્તરે વિદ્યાર્થીઓને આયોજન પ્રક્રિયામાં સામેલ કરવાના હેતુસર સંખેડા તાલુકાની બહાદરપુર ગ્રામ પંચાયતમાં સુમનદીપ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ ગ્રામસભામાં સહભાગી બન્યા હતા.
અલ્લારખા પઠાણ નસવાડી


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.