લેન્ડગ્રેબીંગના પાંચ કેસમાં FIR દાખલ કરવા નિર્ણય - At This Time

લેન્ડગ્રેબીંગના પાંચ કેસમાં FIR દાખલ કરવા નિર્ણય


રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલ લેન્ડબ્રેબીંગ કમિટીની બેઠકમાં પાંચ કેસમાં પોલીસ ફરિયાદ (એફઆઈઆર) દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.
જેમાં રાજકોટ શહેરના એક અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ચાર કેસોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં 67 જેટલા કેસ હિયરીંગ માટે મૂકવામાં આવેલ હતા. જૈ પૈકીના 12 કેસમાં ફરિયાદી અને આરોપીઓએ સમાધાન કરી લીધું હતું.
જયારે જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવાના પાંચ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. તેમજ 50 કેસ પડતા મૂકવામાં આવેલ હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરીમાં દર માસે આયોજિત થતી આ બેઠકમાં સરેરાશ પાંચ ડઝન જેટલા કેસો સુનાવણી માટે મૂકવામાં આવે છે.
પરંતુ મોટાભાગના કેસો પડતા મૂકવામાં આવી રહ્યા છે. આ કેસો યોગ્ય નહીં હોવાનું જણાતા પડતા મૂકવામાં આવી રહ્યા છે. ગઈકાલે મળેલી આ બેઠકમાં માત્ર પાંચ કેસમાં જ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરવામાં આવેલ હતો. આ બેઠકમાં ડે.કલેકટરો, પ્રાંત અધિકારીઓ, જિલ્લા પોલીસવડા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.