વિંછીયા શહેર કોળી સમાજનું ગૌરવ વધારતા યુવાનનુ વાલાણી દ્વારા સન્માન - At This Time

વિંછીયા શહેર કોળી સમાજનું ગૌરવ વધારતા યુવાનનુ વાલાણી દ્વારા સન્માન


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
વિછીયા પાંચાળ પ્રદેશના વિંછીયા શહેર કોળી સમાજનું ગૌરવ હર્ષદભાઈ પ્રવીણભાઈ વાસાણીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તાલીમ પૂર્ણ કરી માદરે વતન વિંછીયા પધારતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ હાર પહેરાવી અને શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે સામાન્ય પરિવારમાંથી આવતા હર્ષદભાઈ વાસાણીએ રાત દિવસ જોયા વગર મહેનત અને પરસેવો પાડીને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી હતી. જેના પરિણામના ભાગ સ્વરૂપે આજે તાલીમ પૂર્ણ કરી આવતાં વિંછીયા શહેર અને કોળી સમાજમાં હરખની હેલી વરસી હતી અને હાજર સૌએ પ્રવિણભાઈને વધાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.