ધંધુકા નગરપાલિકા ખાતે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા નગરપાલિકા ખાતે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.


ધંધુકા નગરપાલિકા ખાતે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.

ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પાલિકા ખાતે આજ રોજ સવારે સ્વચ્છતા હી સેવા પખવાડિયાના અંતે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક ઇવેન્ટમાં ભાગ લેનાર વિધાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ સ્ટેટ ફ્રૂટ વિકરેતાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. ધંધુકા નગરપાલિકા ના એમ્બેસેડરનું પણ સ્વાગત કરાયું હતું. કુલ 18 જેટલાં વિધાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને 150 જેટલાં વિધાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ધંધુકા નગરપાલિકા ખાતે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે "સ્વચ્છ ભારત દિવસ"થીમ "સ્વચ્છતા હિ સેવા"અંતર્ગત ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા,ધંધુકા જિલ્લા મહામંત્રી,શહેર ધંધુકા મહામંત્રી, તથા અન્ય આગેવાનોએ નગરપાલિકા ખાતે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.