દાંતા તાલુકાના હાથીપગલા ખાતે સ્વચ્છ ભારત મિશન, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ( આત્મા ) અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જીલ્લા અંદર તાલીમ યોજાઈ. - At This Time

દાંતા તાલુકાના હાથીપગલા ખાતે સ્વચ્છ ભારત મિશન, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ( આત્મા ) અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જીલ્લા અંદર તાલીમ યોજાઈ.


દાંતા તાલુકાના હાથી પગલા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્રોજેકટ ડાયરેક્ટર આત્માં ની કચેરી દ્વારા ખેડુતો માટે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત જીલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રોજેકટ ડાયરેક્ટર આત્માં બનાસકાંઠા શ્રી એચ જે જિંદાલ સાહેબ , તથા મદદનીશ ખેતી નિયામક શ્રી ધવલભાઈ જોશી, તથા બી ટી એમ શ્રી મુકેશભાઈ ચૌધરી તથા એ ટી એમ શ્રી કૌશિકભાઈ પટેલ, તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રીપિયુષભાઈ ચૌધરી તથા પ્રગતિશીલ ખેડુત શ્રી રામાભાઈ તથા બહોળી સંખ્યામાં ખેડુત ભાઈઓ તથા બહેનો હાજર રહેલ હતા. જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી એચ જે જિંદાલ સાહેબ દ્વારા સ્વચ્છતા હી સેવા વિષે ખેડુતોને માહિતગાર કરેલ તેમજ હાલમાં ચાલતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતું બનાવવા હાજર તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તથા મદદનીશ ખેતી નિયામક શ્રી ધવલભાઈ જોશી દ્વારા ખેડૂત ઉપયોગી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તથા મુકેશભાઈ ચૌધરી દ્વારા પ્રાકૃતિક કૃષિ ના આયામો વિશે વિગતવાર સમજણ આપી હતી. તથા પિયુષ ભાઈ ચૌધરી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલુકા કક્ષાએ ચાલતી યોજનાઓ વિશે માહિતી આપી હતી.તથા એટીએમ શ્રી કૌશિક ભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ હતું.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.