અમદાવાદ માં આરક્ષણના સમર્થનમાં શહેરના સાળરંગપુર સર્કલ પાસે મોટી સંખ્યામાં દલિત આગેવાનો દ્વારા ઉગ્રદેખાવ કરવા માં આવ્યો હતો - At This Time

અમદાવાદ માં આરક્ષણના સમર્થનમાં શહેરના સાળરંગપુર સર્કલ પાસે મોટી સંખ્યામાં દલિત આગેવાનો દ્વારા ઉગ્રદેખાવ કરવા માં આવ્યો હતો


તા:-૧/૧૦/૨૪ ના રોજના સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરોધમાં,રોસ્ટર એક્ટ લાવો, અનામત કાયદો લાવો,કોલેજીયમ પ્રથાની નાબૂદી,ન્યાયિક સર્વિસ કમિશનની રચના,બેકલોગની જગ્યાઓ ભરો,ખાનગી ઉદ્યોગોમાં અનામત પ્રથા દાખલ કરો,રાજકીય પક્ષો અનામત અંગે પોતાનો મત સ્પષ્ટ કરે તથા સંસદના પરિસરમાં ડૉ.આંબેડકરની પ્રતિમા પુનઃ સ્થાપિત કરો વિગેરે માંગણીઓના સમર્થનમાં શિડયુઅલ કાસ્ટ્સ ફેડરેશન: ગુજરાતના સંયોજક બાલકૃષ્ણ આનંદ,દલિત સેના ગુજરાતના મહાસચિવ જયંતિ ઉસ્તાદ અને ડૉ આંબેડકર દલિત પરિષદ: ગુજરાતના પ્રમુખ ભાનુભાઇ પરમારની આગેવાની હેઠળ. ૨૯/૯/૨૦૨૪ ને રવિવારના રોજ સારંગપુર સર્કલ,ડૉ.આંબેડકરની પ્રતિમા પાસે,અમદાવાદ ખાતે માંગણીઓના પ્લેકાર્ડ સાથે સતત બે કલાક સુધી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.
આરક્ષણના સમર્થનમાં દલિત સમાજના યુવકો,ભાઈઓ અને બહેનો સેંકડોની સંખ્યામાં જોડાતા તેમનો રોષ અને ગુસ્સો સૂત્રોચ્ચાર દરમ્યાન નજરે પડતા હતા.આરક્ષણના સમર્થનમાં રાજ્ય વ્યાપી જન આંદોલનના કાર્યક્રમો હવે પછી જાહેર કરવામાં આવશે એમ એક અખબારી યાદીમાં દલિત સેના ગુજરાતના મહાસચિવ જયંતિ ઉસ્તાદે જણાવેલ છે.

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.