સાયલા, ચોટીલા નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માતની ઘટના બની. - At This Time

સાયલા, ચોટીલા નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માતની ઘટના બની.


સાયલા,ચોટીલા નેશનલ હાઈવે પર ૬ કિ.મી સુધીના ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા.

નેશનલ હાઇવે ઢેઢુકી ગામના ટોલનાકા પાસે એસ ટી બસ, સ્કોર્પિયો તથા બોલેરો પીકપ વાનનો ત્રિપલ અકસ્માત સર્જાયો.

ત્રિપલ અકસ્માત સર્જાતા કોઈ જાનહાની ન પહોંચી હતી.

સ્કોર્પિયો ગાડીમાં ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા લોકો માં સવાલ ઉઠ્યા.

લોકોના ટોળા એકઠા થતા સાયલા પોલીસ પહોંચતા ઈંગ્લીશ દારૂની બોટલો પણ ગુમ.

સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા વ્યક્તિ પીધેલી હાલતમાં જોવા મળ્યા.

મચ્છી ભરેલી બોલેરો પીકપ સાથે સ્કોર્પિયો ગાડી અથડાતાં હાઈવે પર ચક્કાજામ નાં દ્રશ્યો સર્જાયા.

દિવસે ને દિવસે અકસ્માતની ઘટના માં વધારો થઈ રહ્યો છે જેમાં નેશનલ હાઇવે પર બિસ્માર હાલતમાં રસ્તા જોવા મળતા હોય છે જેના કારણે ગંભીર અકસ્માત થતા હોય છે. ગત રાત્રે 8 વાગ્યે ની આસપાસનાં સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ઢેઢુકી ગામ પાસે ટોલટેક્સ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બ્લેક કલર નો સ્કોર્પિયો, બોલેરો પીકપ તથા એસ.ટી બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં લોકો પાસે માહિતી મુજબ કોઈ જાનહાની પહોંચી ન હતી. જેમાં સ્કોર્પિયો ગાડી માં ડ્રાઇવર તથા અન્ય સાથીઓ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા તેમાં ઇંગલિશ દારૂની બે બોટલ પણ મળી આવી હતી ત્યારબાદ પોલીસ પહોંચતા દારૂ બોટલોને લોકો દ્વારા ફેકી દીધી જાણવા મળ્યું હતું.
ત્યારબાદ અકસ્માત થતા સાયલા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.