બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ - At This Time

બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જીલ્લાના કુંડલી ગામની સીમમાં ઓખા-ભાવનગર ટ્રેન ઉથલાવવાની કોશિષ કરનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી બોટાદ જીલ્લા પોલીસ બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ. બોટાદના અળવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળીયા અને રમેશ કાનજી સલીયા ની પોલીસે કરી ધરપકડ. ટ્રેનને અટકાવીને મુસાફરો ને લૂંટવાના ઈરાદે ટ્રેક પર લોખંડનો ગડર મુક્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. બંને શખ્સો આર્થિક તંગીમાં હોવાને કારણે ષડયંત્ર રચ્યું હતું. બંને યુવકોએ ટ્રેન કેવી રીતે લુટાય તે માટે યુટયુબ પર વિડ્યો જોઈને ઘટનાને અંજામ આપ્યો હતો. કુંડલી ગામ નજીક ગત 25 સપ્ટેમ્બરે મોડી રાત્રીનાં રેલ્વે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મુકી ટ્રેન ઉથલાવાનો કરાયો હતો પ્રયાસ.બોટાદ SOG, LCB પોલીસની ટીમો, રેલ્વે વિભાગ તેમજ નેશનલ એજન્સીઓ કરતી હતી તપાસ.બોટાદ પોલીસે રેલ્વે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મૂકનારા બંને શખ્સોની કરી ધરપકડ જેની સમગ્ર માહિતી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મિડીયા ને અપાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.