પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરો ફરી હડતાળ પર:કહ્યું- સુરક્ષાની માંગ પર મમતા સરકારનું વલણ પોઝિટિવ નથી, હજુ પણ અમારા પર હુમલા ચાલુ છે - At This Time

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરો ફરી હડતાળ પર:કહ્યું- સુરક્ષાની માંગ પર મમતા સરકારનું વલણ પોઝિટિવ નથી, હજુ પણ અમારા પર હુમલા ચાલુ છે


પશ્ચિમ બંગાળમાં આંદોલનકારી જુનિયર ડોક્ટરો મંગળવારે ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે કામકાજ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. ડોક્ટરોની માંગ છે કે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. આ પહેલા જુનિયર ડોક્ટરોએ 42 દિવસ સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું. 21 સપ્ટેમ્બરના રોજ તેઓ આંશિક રીતે સરકારી હોસ્પિટલોમાં કામપર પાછા ફર્યા હતા. સોમવારે, સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા મામલે મમતા સરકારની ઝાટકણી કાઢી હતી અને આદેશ આપ્યો હતો કે 15 દિવસની અંદર તમામ હોસ્પિટલોમાં સીસીટીવી લગાવવામાં આવે. 9 ઓગસ્ટના રોજ, આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં હડતાળ પર હતા. જુનિયર ડોક્ટરે કહ્યું- મમતાએ બેઠકમાં આપેલા વચનો પાળ્યા નથી
હડતાળની જાહેરાત કરતા, વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોમાંના એક અનિકેત મહતોએ કહ્યું- અમારી સુરક્ષા માંગણીઓ પૂરી કરવા અંગે મમતા સરકારનું વલણ પોઝિટિવ જણાતું નથી. આજે 52મો દિવસ છે. અમારા પર હજુ પણ હુમલા થઈ રહ્યા છે. સીએમ મમતાના વચનો પૂરા કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગતું નથી. અમારી પાસે આજથી કામ સંપૂર્ણપણે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. જ્યાં સુધી રાજ્ય સરકાર તરફથી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કામ બંધ રહેશે. ફરી હડતાળ કેમ શરૂ થઈ?
ખરેખરમાં, 27 સપ્ટેમ્બરના રોજ એક દર્દીના મૃત્યુ પછી, કોલકાતાની સાગર દત્તા હોસ્પિટલમાં 3 ડૉક્ટર અને 3 નર્સ દ્વારા મારપીટનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાથી જુનિયર ડોક્ટરો નારાજ છે. ડોક્ટરોએ હોસ્પિટલમાં પણ દેખાવો કર્યા હતા. આ મામલે વિરોધ કરી રહેલા ચાર ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે. ડોકટરોની માંગ છે કે તેમને હોસ્પિટલોમાં સુરક્ષા આપવામાં આવે, જેથી તેઓ ડર્યા વગર કામ કરી શકે. સુપ્રીમ કોર્ટમાં કહ્યુ હતું કે તમામ ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ ચાલુ રહેશે સુપ્રીમ કોર્ટમાં 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં બંગાળ સરકારે કહ્યું હતું કે ઇનપેશન્ટ ડિપાર્ટમેન્ટ અને આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ ડૉક્ટરો કામ નથી કરી રહ્યા. આના જવાબમાં ડોકટરોના વકીલે કહ્યું કે ડોકટરો તમામ ઇમરજન્સી અને આવશ્યક સેવાઓમાં કામ કરી રહ્યા છે. કેસની આગામી સુનાવણી 14 ઓક્ટોબરે થશે. આ દિવસે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નેશનલ ટાસ્ક ફોર્સની તપાસનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.