વડનગર માં પ્રવાસન પોઈન્ટ પરના આઉટસોર્સિંગ કર્મચારીઓ નો પગાર ના થતાં ધર ચલાવવામાં મુશ્કેલ. - At This Time

વડનગર માં પ્રવાસન પોઈન્ટ પરના આઉટસોર્સિંગ કર્મચારીઓ નો પગાર ના થતાં ધર ચલાવવામાં મુશ્કેલ.


વડનગર માં પ્રવાસન પોઈન્ટ પરના આઉટસોર્સિંગ કર્મચારીઓ નો પગાર ના થતાં ધર ચલાવવામાં મુશ્કેલ.

વડનગર માં પ્રવાસન (ટુરિઝમ) પોઈન્ટ પર આઉટસોર્સિંગ કર્મચારીઓ પગાર વંચિત આવું તો ધણી વખત થયેલું છે. મહિના ઓ સુધી પગાર થતાં જ નથી હવે પણ લોકમુખે ચર્ચા સાંભળવા આવી છે. અને પાછો આ મહિના નો એટલે ઓગસ્ટ નો પગાર હજુ ચકવાયો નથી
વડનગર પ્રવાસન ના જાહેર સ્થળો એ ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો ઓગસ્ટ મહિના નો પગાર ના થતાં રોષ ફેલાયો છે. પ્રવાસન વિભાગ વડનગર ખાતે અવનવા કાર્યક્રમો કરતા હોય છે. પરંતુ આ કાર્યક્રમો મોટા મોટા ખર્ચ કરી રહ્યા હોય છે. પણ બીજી તરફ ઈ એન સી કંપની ના અધિકારી ઓ આ બાબત ધ્યાનમાં રાખી શકતા નથી અને પગાર બિલ મુકેલ છે. તેવું કંપની અધિકારીઓ એ જણાવ્યું રહ્યા છે. સમય સર પગાર કરીશું. આ તો વારંવાર આવું થયું છે. કે બે બે મહિના સુધી તથા ત્રણ મહિના સુધી પગાર થયાં હોતા નથી તેવુ ભૂતકાળમાં પણ બનેલુ છે. તો આઉટસોર્સિંગ કર્મચારીઓનો સમય સર પગાર થાય તેવું ઈચ્છી રહ્યાછે.જ્યારે સુપરવાઈઝરને, ગાર્ડ સ્વીપર હોટલ સ્ટાફ સહિત ના 200 થી વધુ કર્મચારીઓ નો પગાર જમા ન થતાં કર્મચારીઓ હાલત દયાજનક થઈ ગઈ છે. અને ધર ચાલવા નું પણ મુશ્કેલ પડે તેવી હાલત છે. એક બાજુ મોંધવારી ચરમ સીમા પર છે.
વડનગર ઐતિહાસિક સ્થળો થીમ પાર્ક,શર્મિષ્ઠા તળાવ,તાનારીરી ગાર્ડન, સહિત સ્થળો પર આઉટસોર્સિંગ કર્મચારીઓ ઓગસ્ટ મહિના નો પગાર ના મળતાં મુશ્કેલી પડી રહી છે.ઓ પરંતુ એજન્સી માં ૫ મહિના સુધી ગ્રાન્ટ આવી નથી તેવુ પણ જાણવા મળેલ છે.
આ અંગે ઈ એન સી એજન્સી ના અધિકારી યોગેશભાઈ એ જણાવ્યું કે બિલ પ્રોસેસ માં છે. હવે પગાર કેટલા દિવસ માં થશે તે જોવા નું રહ્યું.
વડનગર ખાતે મોટા મોટા પ્રવાસન વિભાગ કાર્યક્રમ કરે છે.પણ આઉટસોર્સિંગ કર્મચારીઓ પગાર માટે તકલીફ કેમ પડે છે. ??


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.