મોડાસા તાલુકાના ડેરા ડુંગરી મુલોજ ગામના લોકો પોતે રસ્તો બનાવવા મજબૂર બન્યા. - At This Time

મોડાસા તાલુકાના ડેરા ડુંગરી મુલોજ ગામના લોકો પોતે રસ્તો બનાવવા મજબૂર બન્યા.


વિકાસની મોટી મોટી વાતો કરનાર સરકાર સામે એક મોટો સવાલ? ડબલ એન્જિનની સરકારમાં ગામ લોકો પોતાના સ્વખર્ચે રસ્તો બનાવવા મજબૂર બન્યા. મોડાસા તાલુકાના ડેરા ડુંગરી મુલોજ ગામના લોકો પોતે રસ્તો બનાવવા મજબૂર બન્યા. છેલ્લા ઘણા સમયથી લોકોની રજુઆત હોવા છતાં તંત્ર કોઈ પ્રકારે લોકોની સમસ્યાને કોઈ નિરાકરણ આપ્યું હોય ત્યારે લોકો સોશિયલ મીડિયા થકી પોતાનો રોષ અને માગણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રોજિંદા જીવન માટે રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યારે ગામ લોકોની પરેશાની વધી ગઈ છે. 60 વર્ષની ઉંમર ધરાવતા ગામના એક નાગરિકે પોતાની વ્યથા વિડીયો સમક્ષ રજૂ કરી હતી. હવે ક્યારે આ તંત્ર જાગશે તે જોવું રહ્યું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.