મોતને આમંત્રણ એટલે વિસાવદરમાંડાવડ નો ધ્રાફડનદીનો પુલ - At This Time

મોતને આમંત્રણ એટલે વિસાવદરમાંડાવડ નો ધ્રાફડનદીનો પુલ


મોતને આમંત્રણ એટલે વિસાવદરમાંડાવડ ધ્રાફડનદીનો પુલ
ધણી ધોરી વગરનો વિસાવદર તાલુકો હવે એમ કહે છે કે કોઈક ધારાસભ્ય આવે તો વિકાસના કામો થાય. વિકાસથી વંચિતવિસાવદર તાલુકાના રોડ રસ્તાઓની બેફામ ફરીયાદો ઉઠી છે.પણ સાથે સાથે વિસાવદરથી જુનાગઢ રોડ કે જે તાલુકાના વિવિધ ગામોને જોડે છે તેમજ જીલ્લા મથકને પણ જોડે છે.તે રોડ પર આવેલો ધ્રાફડ નદીનો પુલ ભારે બિસ્માર હાલતમાં છે.અનેક જગ્યાએ ગાબડાંઓને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે. વરસાદને કારણે પાણી ભરાઈ જાય અને પુલ એ સ્વિમિંગ પુલ બની જાય છે.વિસાવદરની નેતાગીરી એટલી હદે નબળી છે કે આ બિસ્માર પુલ દેખાતો નથી.માડાવડ ગામની નજીક આવેલો પુલ કોઈ અકસ્માતનુ કારણ બનશે અને જાનહાનિ થશે તો કોની જવાબદારી?? પ્રાંત ઓફીસ અને મામલતદાર કચેરીએ આવનજાવન માટે જોડતો આ પુલ અમલદારોને શું આ ખાડા નથી દેખાતા કે તેઓ પણ ધુતરાષ્ટ્રની જેમ અંધ બની ગયા છે‌. તાલુકાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.ત્યારે હવે ભગવાનના ભરોસે ચાલતા તંત્ર ને કોણ સદ્બુદ્ધિ આપશે તે પ્રશ્ન છે

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.