જામનગરના ઈવા પાર્કમાં બેફામ ગતિએ કાર ચલાવી મહિલાન ફંગોળી દેવાનું ચકચારી પ્રકરણ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી ત્વરિત અટકાયતમાં લીધો: કાર પણ કબજે લેવાઇ - At This Time

જામનગરના ઈવા પાર્કમાં બેફામ ગતિએ કાર ચલાવી મહિલાન ફંગોળી દેવાનું ચકચારી પ્રકરણ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી ત્વરિત અટકાયતમાં લીધો: કાર પણ કબજે લેવાઇ


જામનગરના ઈવા પાર્કમાં બેફામ ગતિએ કાર ચલાવી મહિલાન ફંગોળી દેવાનું ચકચારી પ્રકરણ

પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી ત્વરિત અટકાયતમાં લીધો: કાર પણ કબજે લેવાઇ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક વિસ્તાર માં બે દિવસ પહેલાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક મહિલાને કાર ચાલકે ઠોકર મારી ફંગોળી નાખી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક ની ધરપકડ કરી છે, અને કાર કબ્જે કરી છે.
જામનગરના ઇવા પાર્ક વિસ્તારમાં બેફામ ગતિએ કાર ચલાવી હતી, તે કાર ના ચાલકની પોલીસે ઓળખ કરી લીધી છે, અને આરોપી ભરત શંકરભાઈ દામા, જે ઈવા પાર્કમાં જ રહે છે, તે પોલીસ લખેલી બોલેરો કાર (જી.જે. ટેન ટી.વાય. ૧૩૯૪) ચલાવતો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલા નેહલબેન વિરેન્દ્રભાઈ મકવાણા અટલ બિહારી વાજપાઇ આવાસ સી વિંગમાં રહે છે.
આં ઘટનામા પોલીસ ખૂદ ફરિયાદી બની લોક રક્ષક તરીકે સીટી એ. ડીવીજન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા યુવરાજસિંહ ઉદૂભા જાડેજાએ આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પરમારે આ પ્રકરણમાં આઈપીસી કલમ ૧૮૫ સહિતની જુદી જુદી કલમો હેઠળ હેઠળ ગુનો નોંધી આરોપી કારચાલક ની ધરપકડ કરી છે.
આ ઘટનાએ લોકોમાં રોષની ભાવના ફેલાવી છે. પોલીસ લખેલી ખાનગી કાર ચલાવતો વ્યક્તિ જો આવું કૃત્ય કરી શકે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.