જાદર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ પ્રોહીબીશનના નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ ડ્રાઇવ અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબશ્રી સાબરકાંઠા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.કરંગીયા સાહેબ એલ.સી.બી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ.સબ.ઇન્સ્પેકટરશ્રી ડી.સી.પરમાર તથા એ.એસ.આઈ વિક્રમસિંહ પુંજસિંહ તથા આહે.કો. ધવલકુમાર તથા અ.પો.કો વિક્રમસિંહ, અ.પો.કો. પ્રવિણસિંહ, આ.પો.કો. પ્રકાશભાઇ. આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો રમતુજીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં.
દરમ્યાન ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, જાદર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૩ ૦૭૫૪/૨૦૨૩ ઘી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ.૮૧.૮૩ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી કાવારામ હુરજીભાઈ ખરાડી રહે.સુકાપાડા ઉખેડી તા.નયાગાંવ જી.ઉદેપુર રાજસ્થાનવાળો આસમાની કલરની ટપકીવાળો લાંબી બાંયનો માર્ટ તથા કાળા કલરની નાઈટ પહેરેલ છે અને તે રાજરસ્થાનથી ખાનગી વાહનમાં બેસી રાણી ચેક પોસ્ટ થઇ વિજયનગર તરફ આવે છે " જે બાતમી હકીકત આધારે રાણી ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી વોચ તપાસમાં હતા દરમ્યાન એક ખાનગી જીપ આવતા તેમાં ઉપરોકત વર્ણન હકીકત વાળો ઇસમ બેસેલ હોય તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ કાવારામ સ/ઓ હુરજીભાઈ પાશાભાઈ ખરાડી ઉ.વ.૨૨ રહે.સુકાપાડા, ઉખેઠી, ખરાડી ફળો, પોસ્ટ, કણબઈ, તા.નયાગાંવ, જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમને ઉપરોકત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદરી ઈસમ જાદર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૪૨૩૦૭૫૪/૨૦૨૩ ઘી ગુજરાત પ્રોહિ એકટ ક.કંપએઈ. ૮૧.૮૩ મુજબના ગુન્હાના કામે નારાતો કરતો હોવાનુ જણાઈ આવેલ.
જેથી સદરી નાસતા ફરતા આરોપી કાવારામ સ/ઓ હુરજીભાઈ પાશાભાઈ ખરાડી ઉ.વ.૨૨ રહે.સુકાપાડા, ઉખેડી. ખરાડી ફળો, પોસ્ટ.કણબઈ, તા.નયાગાંવ, જી.ઉદેપુર, રાજસ્થાનવાળાને જાદર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪ ૨૩૦૭૫૪/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ.૮૧,૮૩ મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૩૫(૧)(જે) મુજબ અટક કરી જાદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા જાદર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
✒️
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.