ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત યોગ રેલી,અને યોગ શિબિર યોજાઈ,
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત યોગ રેલી,અને યોગ શિબિર યોજાઈ,
પારસ હાઇસ્કુલ લાબડીયા ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિંમતનગર,તા.29/9/2024
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 33 જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓ માં હૃદય રોગ અંતર્ગત યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલ છે.સાબરકાંઠા જિલ્લા વાસીઓ સ્વસ્થ હૃદય એક ખુશ અને લાંબી જિંદગીનું રહસ્ય છે તેની સમજણ માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે યોગ થકી આત્માને શરીર સાથે જોડવાનું માર્ગ અને હૃદયને તંદુરસ્ત કેવી રીતે રાખી શકાય અને માનસિક શાંતિ મળે તે હેતુસર વિશ્વ હૃદય દિવસના દિવસે પોશિના લાંબડીયા ,પારસ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી યોગ વિશે સમજણ મેળવી યોગ થકી હૃદય સ્વસ્થ રાખવા અને તંદુરસ્ત જીવન જીવવા માટે યોગનું મહત્વ લોકો સુધી પહોંચે તે માટેનું આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાબરકાંઠા દ્વારા કરવામાં આવ્યું છે તેનું સમગ્ર સંચાલન જિલ્લા કોઓર્ડીનેટર અમીબેન પટેલ અને યોગ કોચ,યોગ ટ્રેનર, દ્વારા આયોજન કરવામાં આવ્યું, 🙏🕉️
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.