સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં જીવ દયા ટીમ દ્વારા થી સાબલવાડ ગામ માં 60 ફૂટ ઊંડા પાણીમાં ખાબકેલા કૂવામાંથી શ્વાનને બચાવ્યું - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં જીવ દયા ટીમ દ્વારા થી સાબલવાડ ગામ માં 60 ફૂટ ઊંડા પાણીમાં ખાબકેલા કૂવામાંથી શ્વાનને બચાવ્યું


સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના જીવ દયા ટીમ અનેક જગ્યાએ મદદે પહોંચે છે ત્યારે સાબલવાડ ગામ માં એક ખેતરના કુવામાં પાણીમાં શ્વાન ખાબક્યું હતું.
જેને લઈને સ્થાનિકોએ જીવદયા પ્રેમી ટીમને જાણ કરતા સ્થળ પર પહોંચીને એક કલાકમાં શ્વાનને બહારકાઢી બચાવી લીધું હતું.
આ અંગેની વિગત એવી હતી કે, સાબલવાડ ગોપીબાપુના ખેતરના કુવામાં પાણીમાં શ્વાન ખાબક્યું હતું.
જેને લઈને ખેતર માલિક અને સ્થાનિકોને જાણ થતા બહાર કાઢવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ બહાર કાઢી શક્યા ન હતા અને ગંભીરપુરા જીવદયા ટીમને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોચી હતી
અને એક કલાકમાં કુવામથી શ્વાનને બહાર કાઢી બચાવી લીધું હતું.
આ અંગે ગંભીરપુરા જીવદયા પ્રેમી ટીમના ઉપેદ્રસિંહ પરમારે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
સાબલવાડમાં ખેતરનો કૂવો અંદાજે 60 ફૂટ ઊંડો હતો જેમાં પાણી હતું અને આ પાણીમાં શ્વાન ખાબક્યું હતું. અંદાજે બપોરના 1 કલાકનું ખાબક્યું હતું.
જેને સ્થાનિકો પ્રયત્ન કર્યો હતો સફળતા નહિ મળતા અમારી ટીમને જાણ કરતા સ્થળ પર પહોચીને એક કલાકમાં બહાર કાઢી શ્વાનને જીવ દયા ટીમ એ બચાવી લીધું હતું.

✒️રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.