બે દિવસના ભારે વરસાદથી નેપાળ તબાહ, VIDEO:ભૂસ્ખલનમાં 112થી વધુનાં મોત, 80થી વધુ લોકો ગુમ, પાણીના પ્રવાહમાં ડઝનેક પુલ પણ તણાયા - At This Time

બે દિવસના ભારે વરસાદથી નેપાળ તબાહ, VIDEO:ભૂસ્ખલનમાં 112થી વધુનાં મોત, 80થી વધુ લોકો ગુમ, પાણીના પ્રવાહમાં ડઝનેક પુલ પણ તણાયા


નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 112થી પણ વધુ લોકોના મોત થયા છે. જ્યારે 80થી પણ વધુ લોકો ગુમ છે. સમગ્ર નેપાળમાં 63 જગ્યાએ મુખ્ય હાઈવે બંધ થઈ ગયા છે. પૂર્વી અને મધ્ય નેપાળનો મોટો ભાગ શુક્રવારથી પાણીમાં ગરકાવ થયો છે. સરકારે પરિસ્થિતિને જોતાં નેપાળની તમામ સ્કૂલો 3 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે હવે બિહાર ઉપર પણ પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેઓએ છેલ્લાં 40-45 વર્ષોમાં કાઠમાંડુ ખીણમાં આટલું વિનાશક પૂર ક્યારેય નથી જોયું. નેપાળમાં ભારે તબાહીનાં દૃશ્યોની તસવીરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.