દિલ્હીમાં કારે કોન્સ્ટેબલને ટક્કર મારી:10 મીટર સુધી ઢસડ્યો, મોત; 4 દિવસમાં બીજી ઘટના - At This Time

દિલ્હીમાં કારે કોન્સ્ટેબલને ટક્કર મારી:10 મીટર સુધી ઢસડ્યો, મોત; 4 દિવસમાં બીજી ઘટના


દિલ્હીમાં એક પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે કોન્સ્ટેબલને ટક્કર મારી હતી. આ ઘટનામાં કોન્સ્ટેબલનું મોત થયું છે. કોન્સ્ટેબલે કાર ચાલકને કાર ધીમી ચલાવવાનું કહ્યું હતું. આથી રોષે ભરાઈને કાર ચાલકે કોન્સ્ટેબલની બાઇકને ટક્કર મારી હતી અને તેને 10 મીટર સુધી ઢસડ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે કાર કબજે કરી લીધી છે, જ્યારે આરોપી ફરાર છે. શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ સંદીપ 2018 બેચનો હતો. વિસ્તારમાં વધી રહેલી ચોરીઓને જોતા તે સાદા ડ્રેસમાં ફરજ બજાવતો હતો અને ઘટના સમયે નાંગલોઈ પોલીસ સ્ટેશનથી રેલવે રોડ તરફ જઈ રહ્યો હતો. સંદીપે જોયું કે એક વેગનઆર બેદરકારીથી ચલાવવામાં આવી રહી હતી, જેના પર કોન્સ્ટેબલે ડ્રાઈવરને કાર ધીમે ચલાવવા કહ્યું હતું. અચાનક ઓવરટેક કરી રહેલી કારે તેની સ્પીડ વધારી દીધી અને કોન્સ્ટેબલ સંદીપને પાછળથી ટક્કર મારી હતી. કાર લગભગ 10 મીટર સુધી તેને ઢસડીને બીજા વાહન સાથે અથડાઈ. સંદીપને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને પશ્ચિમ વિહારની બાલાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બાબત સીસીટીવીમાં સામે આવ્યા છે
સીસીટીવી ફૂટેજ મુજબ, સંદીપે લેનમાં ડાબો વળાંક લીધો અને વેગન આરને ધીમી કરવાનો સંકેત આપ્યો. આના પર વેગન આર એકાએક પુરપાટ ઝડપે બાઇક સાથે અથડાઇને પાર્ક કરેલી બીજી કાર સાથે અથડાઇ હતી અને મૃતકને બાઇક સાથે 10 મીટર સુધી ઢસડ્યો હતો. માથામાં ગંભીર ઈજાના કારણે સંદીપનું મોત થયું હતું. 103 BNS હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે અને કારમાંથી ફરાર બે લોકોની શોધ કરવામાં આવી રહી છે. સંદીપ 30 વર્ષનો હતો અને તેના પરિવારમાં માતા, પત્ની અને 5 વર્ષનો પુત્ર છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ રોડ રેજનો મામલો છે
દિલ્હી પોલીસનું કહેવું છે કે આ મામલો બુટલેગર સાથે સંબંધિત નથી, પરંતુ રોડ રેજનો મામલો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.