પાર્કિંગ મામલે ખેલાયો ખૂની ખેલ. - At This Time

પાર્કિંગ મામલે ખેલાયો ખૂની ખેલ.


હું છું વિકી તિવારી જોવાજેવી થઈ જશે ને દમ માર્યોને ઢીમ ઢાળી દીધું.

નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે મારામારી ઘટનામાં એક આધેડ ને મૂઢ માર મારવામાં આવતાં મોત નીપજ્યું

હકીકત બનાવની ઘટના નિકોલ વિષતારમાં આવેલ પોલારિસ આનંદ ફ્લેટ માં ફરિયાદી હિરેન કંડોરા અને આરોપી વિકી તિવારી એકજ ફ્લેટમાં અલગ અલગ બ્લોકમાં રહેતા હતાં જ્યાં કાર પાર્કિંગ કરવા માં બંન્ને ને સામસામે આવતા માથાકૂટ થતી રહેતી પાર્કિંગ ની નાની એવી બાબતે મામલો વધતા વિકી તિવારી નો ગુસ્સો જાણે આસમાને પહોંચતા હિરેન કંડોરા ને ધમકી આપતા તને તો હવે હું જોઈ લઈશ.

તા, ૨૨સપ્ટેમ્બર ના રોજ રાતના સમયે તેઓના ફ્લેટમાં રહેતાં વિકી તિવારી એ ફોન કરી પોતે યુ,પીનો ભાઈ છે અને તારા જેવાં કેટલાંય વકીલો મારાં નીચે ફરે છે, તેવી વાત કરી ગાળા ગાળી કરી અને ફરિયાદી ત્યાં પહોંચતા વિકી તિવારી, પિયુષ તિવારી, મોંન્ટુ શુકલા, રાજન તિવારી, સહિત અન્ય ચાર થી પાંચ વ્યક્તિતી ઓએ ઝપાઝપી કરી હતી.
જે દરમિયાન ફરિયાદીની બહેન, મામા અને માતા પિતા આવી બચાવવા વચ્ચે આવ્યા હતા. જે સમયે જઘડામાં મારા મારી દરમિયાન ફરિયાદીના પિતા પ્રભાસ કંડેરા નીચે પડી ગયા અને આરોપીઓ દ્વારા તેઓને લાતો મારવામાં આવી હતી. તેથી તેઓ બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફરિયાદીના પિતાને મૃત જાહેર કર્યા હતા. જેથી આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવતા તેઓને શરીરમાં અંદરના ભાગે ઈજાઓ થવાથી મોત થયું હોવાનું ખુલતા નિકોલ પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

આ બનાવ બાદ આરોપીઓ પરિવાર સાથે ફરાર થઈ ગયા હતા અને એક આરોપી વિશાલ ઉર્ફે વિક્કી તિવારી નિકોલ પોલીસ સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરાઈ છે. આ ગુનામાં હજી પણ 8 જેટલા આરોપીઓ સામેલ હોય તેઓને પકડવાની કામગીરી પોલીસે શરુ કરી છે. તેવામાં અન્ય આરોપીઓ પોલીસ ગીરફ્તમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું.

નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં મારામારીની ઘટના બની હતી. જે મારામારીની ઘટના દરમિયાન એક આધેડને મૂઢ માર મારવામાં આવતા ઈજાઓ પહોંચતા મોત થયું છે. જેમાં એક આરોપી પોલીસ સમક્ષ હાજર થતા અંતે ધરપકડ કરાઈ છે.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.