પીવાના પાણીના હેંડપંપ બોર વગર જ મૂકી દેતા વીડિયો વાયરલ. - At This Time

પીવાના પાણીના હેંડપંપ બોર વગર જ મૂકી દેતા વીડિયો વાયરલ.


અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારે તો હદ વટાવી છે.
બાયડ તાલુકા ના એક જાગૃત નાગરિકે પીવાના પાણીના હેંડપંપ બોર વગર જ મૂકી દેતા વીડિયો વાયરલ કર્યો.

બાયડ તાલુકાના અમિયાપુર ગામની ઘટના શું અરવલ્લી જિલ્લા કલેકટર તટસ્થ તપાસ કે કાર્યવાહી કરશે કે કેમ?
આવા તો જિલ્લામાં કેટલા હેંડપંપ ની કામગીરી માં ખાલી માત્ર સરકારી ચોપડે છે અને ઘટના સ્થળે કામગીરી શૂન્ય છે.
જેની યોગ્ય ઉચ્ચકક્ષાએ તપાસ કરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર કૌંભાંડ બહાર આવી શકે તેવી ભીતી સેવાઈ રહી છે.

શું ખરેખર જવાબદાર કર્મચારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે તપાસના નામે અરવલ્લી જિલ્લાના જવાબદાર અધિકારીઓ મીંડું બતાવશે.

આવનારા દિવસોમાં અરવલ્લી જિલ્લામાં ચાલતા આ ભ્રષ્ટાચારનો મુખ્યમંત્રીને લેખીત પુરાવા સાથે જાગૃત નાગરિકો ફરિયાદ આપે તેવી શક્યતાઓ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.