વિસાવદર નગરપાલિકાના કૌભાંડોની વધુ માહિતી સાથે પર્દાફાશ થશે
વિસાવદર નગરપાલિકાના કૌભાંડોની વધુ માહિતી સાથે પર્દાફાશ થશેવિસાવદર નગરપાલિકામાં તાજેતરમાં થયેલી હંગામી ભરતી પ્રક્રિયામાં પણ મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાઓ થઈ રહી છે.જેના માટે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવી છે.જેમા
(૧) જે ભરતી અંતર્ગત અરજદાર દ્વારા આવતી અરજીઓ તથા રજીસ્ટર થયેલ તથા એડી થયેલ તમામ વિગત.
(૨) ભરતી અંતર્ગત રચવામાં આવેલ કમિટી (ઇન્ટરવ્યૂ) લેનાર સર્ટિફિકેટ વેરિફિકેશન કરનાર અધિકારી કર્મચારી ની વિગત.
(૩) ભરતી થયેલ અંતર્ગત નિમણૂક પામેલ કર્મચારીઓના નામની વિગત સેનેટરીના હોદ્દામાં આવતી ફરજો સમય તેમજ ભરતી થી લઈ આજ દિવસ સુધીની હાજરી (રજીસ્ટર હાજરી તેમજ બાયોમેટ્રિક) ની હાજરી ની વિગત.
ઉપરોક્ત મુદાઓ સાથે માંગવામાં આવેલી માહિતીને કારણે જવાબદાર અધિકારીઓ પોતાને આવી કાંઇ નહીં થાય .આવા તો આવ્યા કરે તેવું વિચારીને મદમસ્ત બની ફરી રહ્યા છે.પ્રજાના પૈસે લીલાલહેર કરતા કટકીબાજો પર કયા નેતાઓનો કે ઊચ્ચ અધિકારીઓનો હાથ છે.તે વિસાવદરની જનતા વિચારે છે.અનેક કૌભાંડો બહાર આવે તોય પ્રાંત અધિકારી તેમજ જીલ્લા કક્ષાના ઉચ્ચ પદાધિકારીઓ ચૂપચાપ બેસીને જોતા રહે તે પણ એક શંકાસ્પદ ભૂમિકામાં હોય તેવું લોકો ચર્ચામાં કરી રહ્યા છે.
રિપોર્ટ હરેશ મહેતા
મુકેશ રીબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.