જિલ્લાકક્ષાની યોજાયેલ બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં પીએમશ્રી એમ એસ બી શાળા નં 24 બોટાદની જળહળતી સિદ્ધિ - At This Time

જિલ્લાકક્ષાની યોજાયેલ બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં પીએમશ્રી એમ એસ બી શાળા નં 24 બોટાદની જળહળતી સિદ્ધિ


(ચેતન ચૌહાણ દ્વારા)
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ કચેરી બોટાદ દ્વારા યોજાયેલ જિલ્લાકક્ષાની બાળ પ્રતિભાશોધ વિવિધ સ્પર્ધાઓમાં પીએમશ્રી એમ.એસ.બી શાળા નં 24 બોટાદ નાં બાળકોએ ભાગ લઈને ઉત્કર્ષ દેખાવ કરેલ. જે વિવિધ સ્પર્ધાઓ પૈકી વાદન સ્પર્ધામાં પ્રથમ વ્યાસ જય, લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ચૌહાણ માનસી અને લોકનૃત્ય માં ટીમ શાળા નં 24 પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે , શાળાના શિક્ષક હીનાબેન પટેલ, નુપુરબેન ભટ્ટ, મુકેશભાઈ કોગતીયા અને ભાવેશભાઈ કણઝરિયા બાળકોને ઉમદા માર્ગદર્શક આપી શાળાને સિદ્ધિ અપાવવામાં પુરુષાર્થ કરેલ. જિલ્લા કક્ષાએ સફળતા પ્રાપ્ત કરનાર સૌ બાળકોને અને માર્ગદર્શક શિક્ષકોને શાળાના આચાર્ય ભૂમિકાબેન પટેલ અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવેલ તેમજ આગામી ઝોન કક્ષા માટે માર્ગદર્શન પૂરું પાડેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.