નાગરિકતાના હકની વાસ્તવિક્તા:3 લાખ બાંગ્લાદેશી આસામમાંથી ભાગીને બીજા રાજ્યોમાં છુપાયા - At This Time

નાગરિકતાના હકની વાસ્તવિક્તા:3 લાખ બાંગ્લાદેશી આસામમાંથી ભાગીને બીજા રાજ્યોમાં છુપાયા


આસામથી પરત ફરીને અશ્વિની પાંડેયથોડા સમય પહેલા શિમલામાં મસ્જિદ તોડવાને લઇને સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે દાવો કર્યો હતો કે આની પાછળ બાંગ્લાદેશી છે... 14 સપ્ટેમ્બરે થાણેમાં 4 બાંગ્લાદેશીની ધરપકડ કરાઇ હતી, જેમના પાસે નકલી આઈડી હતા. તમામની પૂછપરછ કરતાં જાણકારી મળી કે તેઓ અહીં 4 વર્ષથી રહેતા હતા... આવા ઘણા મામલા સામે આવ્યા છે, જેમાં બાંગ્લાદેશી ઘુષણખોરો દેશના ઘણા રાજ્યોમાં છુપાઇને બેઠા છે. આવો સમજીએ કે આ 3 લાખનો આંકડો ક્યાંથી આવ્યો? આસામમાં 2013માં નેશનલ રજિસ્ટર સિટીઝન (એનઆરસી) લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કરાયુ હતુ અને 2014માં કામ શરૂ કરાયુ હતુ. તેનો ઉદેશ્ય યોગ્ય દસ્તાવેજોના આધારે નાગરિકતા આપવી. જેમાં 3.3 કરોડ અરજી આવી હતી, જેમાં 2.9 કરોડ યોગ્ય જણાયા હતા. નકલી દસ્તાવેજ વાળા 40 લાખને બહાર થયા હતા. તેમને ક્લૅમ નોંધાવવા માટે મોકો આપવામાં આવ્યો હતો. આશરે 36 લાખ લોકો ક્લૅમ કરવા માટે આવ્યા હતા. જેમાં 21 લાખ લોકો નાગરિકતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય માનવામાં આવ્યા હતા. 15 લાખ લોકો એ સાબિતના કરી શક્યા કે તે ઘુષણખોર નથી. તેમને રિજેક્શન સ્લીપ આપવામાં આવતી હતી, તેના આધાર ઉપર તેઓ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અથવા વિદેશી ટ્રિબ્યુલનમાં અપીલ કરતા હતા. આ કાર્ય ડિસેમ્બર 2023 સુધી કરવાનુ હતુ. હવે વાત આવે છે આશરે 4 લાખ લોકોની, જે ક્લૅમ કરવા માટે પહોંચ્યા નહોતા. જેમાં 90 હજાર લોકોમાં ઘણા બિહારના હતા, જેને એનઆરસીમાં જોડી દેવાયા છે અને ઘણાના મૃત્યુ પણ થઇ ગયા છે. હવે બચ્યા 3 લાખ લોકો...આ ઘુષણખોર અલગ-અલગ રાજ્યોમાં છુપાઇ ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.