લીલીયા ના કલ્યાણપર ને શાખપુર ને જોડતા રસ્તા ની સેફ્ટી દીવાલ ધરાશાઈ
લાઠી તેમજ લીલીયા તાલુકાના બંન્ને ગામો
લીલીયા ના કલ્યાણપર અને લાઠી ના શાખપુરને જોડતો જે રસ્તો છે તે સડક ની સેફટી માટે જે દિવાલ બનાવવામાં આવી હતી તે દિવાલ ધરાશય થઈ ગઈ હોવાથી ત્યાં દિવાલ બનાવીને રોડ રસ્તો બનાવવા બાબત કલ્યાણપર ના જાગૃત નાગરિક અશ્વિનભાઈ બલર દ્વારા કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન અમરેલી ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ છે જે પત્ર માં જણાવેલ કે કલ્યાણપર તથા શાખપુર તરફ જતો રસ્તો છે તે સડકનુ કામ ૨૦૧૮ મા કરવામા આવ્યુ હતુ ને ત્યારે તે સડકને પાણી થી ધોવાણ ન થાય તથા સડકની સલામતી માટે અંદાજે ૪૦ ફુટ ની દિવાલ બનાવવામાં આવી હતી. પરંતુ હવે તે દિવાલ પડી ગયેલ છે. તે પડી ગયેલ દિવાલ આજે પણ વહેણ મા પડેલ છે.એટલે દર વર્ષે વરસાદના પાણી થી રોડનુ ધોવાણ થતુ રહે છે.જે બાબતે અરજદાર દ્વારા લેખીતમાં રજુઆત કરવા માં આવેલછે શાખપુર થી કલ્યા ણપર તરફ જતા રસ્તાની ખુબજ દયનીય પરીસ્થીતી છે. આપ સાહેબ ને જાણ થાય કે હકીકત શુ છે. જે દિવાલ પડી ગયેલ છે. તે દિવાલ ફરી નવી બનાવી આપવા વિનંતી છે તથા જો આ પરીસ્થીતી અંગે યોગ્ય સમયે જો ધ્યાન આપવામાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બની શકવાની સંભાવના રહે છે. તો નમ્ર અરજ છે કે રૂબરુ સ્થળે જઈ અથવા તો માહીતી લઈ ને યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અશ્વિનભાઈ બલર દ્વારા પત્ર પાઠવાયો છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.