એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં બીઝનેસ કરતા 25 વર્ષનાં યુવાન રામદેવ અશોકપરી ગોસાઈએ નવા બનેલા સદભાવના વૃદ્ધાશ્રમ માટે 1 રૂમનું અનુદાન કર્યું - At This Time

એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં બીઝનેસ કરતા 25 વર્ષનાં યુવાન રામદેવ અશોકપરી ગોસાઈએ નવા બનેલા સદભાવના વૃદ્ધાશ્રમ માટે 1 રૂમનું અનુદાન કર્યું


એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં બીઝનેસ કરતા 25 વર્ષનાં યુવાન રામદેવ અશોકપરી ગોસાઈએ નવા બનેલા સદભાવના વૃદ્ધાશ્રમ માટે 1 રૂમનું અનુદાન કર્યું

રાજકોટ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં બીઝનેસ કરતા 25 વર્ષના યુવાન રામદેવ અશોકપરી ગોસાઈએ નવા બનેલા સદભાવના વૃદ્ધાશ્રમ માટે પોતાના પિતા અશોક્પરી કેશવપરી ગોસાઈ અને દાદા કેશવપરી દયાલપરી ગોસાઈનાં નામે 1 રૂમનું અનુદાન કર્યું હતું.

ઉલેખ્ખનીય છે કે નાની ઉંમરમાં જ રામદેવ ગોસાઈ સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના પહેલાથી જ સદભાવના વૃદ્ધાશ્રમનાં તેના સ્થાપન અને વિસ્તરણનાં કાર્યોમાં જોડાઈ ગયા હતા. સૌપ્રથમ વખત વિજયભાઈ ડોબરિયા સાથે દરિદ્ર નારાયણ માટે કપડાં વિતરણનાં કાર્યોમાં જોડાઈને જ તેમને સેવા પ્રત્યે સંવેદના જન્મી હતી.

આજે પણ તેઓ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા થઇ રહેલા તમામ કાર્યક્રમોમાં પોતે પણ જોડાઈ છે અને પોતાના મિત્ર વર્તુળને પણ જોડાવા માટે પ્રેરિત કરે છે. આ સાથે રામદેવભાઈ સદભાવના વૃદ્ધાશ્રમની તમામ સેવાઓમાં તન, મન, ધનથી જોડાઈ છે. 30 એકરની જગ્યામાં 5000 વડીલો સમાઈ શકે તે માટે 1400 રૂમવાળું સદભાવના વૃદ્ધાશ્રમ રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે જેના ભૂમિપૂજન વખતે જ એમને અનુદાન કરવાનો વિચાર આવ્યો હતો. વર્ષોથી તેમનો પરિવાર પૂજા – અર્ચના અને કર્મકાંડનાં કાર્યો સાથે જોડાયેલો છે, પંરતુ રામદેવભાઈએ પોતે બિઝનેસ શરુ કરીને પોતાની આવનારી પેઢીને એક નવી દિશા આપી છે. પોતાના પરિવારનાં સંસ્કારો અને શાસ્ત્રોમાં શીખવેલા જ્ઞાન અનુસાર પોતાની આવકના 10 ટકા ભાગ દાનમાં આપવા માટે પ્રેરાયા છે. રામદેવભાઈ અનુસાર જેટલું કુદરત આપણને આપે છે એમાંથી થોડુક કોઈ પણ રીતે કુદરતને પાછું આપીએ તો એનાથી મનની શાંતિ પણ મળે છે અને ભગવાન હજુ વધારે પ્રમાણમાં આપે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.