વિરપુર તાલુકાના ત્રણ જેટલા ગામોને જ્યોતિ ગ્રામ યોજના હેઠળ વીજપુરવઠો આપવા આવેદન અપાયું….
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ગ્રામ્ય પંથકોના ગામોમાં કેટલાક વર્ષોથી એગ્રીકલચર વીજ લાઇનમાંથી ઘર વપરાશ માટેના જોડાણ આપતા હોય જેના લીધે વીજ પ્રવાહ ખોરવાઈ જતો હોય છે આ અંગે વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં વીજ કાપ દૂર ન થતાં ગ્રામ્ય પ્રજામાં ઉગ્ર રોષ થતાં વિરપુરની વિજ કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદન આપી રોષ ઠાલવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ઘર વપરાશ માટે ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે હેતુથી જ્યોતી ગ્રામ યોજના મુકવામાં આવી છે આ યોજના હજુ પણ કેટલાક ગામોમાં માત્ર કાગળ પર હોય તેવું દેખાઇ રહ્યું છે તાલુકાના પાસરોડા ગ્રામ પંચાયત આવેલ આકલીયા ગામના ૩૦ જેટલા પરીવાર,સારીયા ગ્રામ પંચાયત આવેલ બાકરીયા ગામના ૨૫ પરીવાર, હાંડીયા ગ્રામ પંચાયતમા આવેલ હનુમાન મંદિર ટેકરા વિસ્તારના ૧૩ જેટલા પરીવારોને એગ્રીકલ્ચર લાઈનમાંથી ઘર વપરાશના વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. જેથી છેલ્લા ૧૧ વર્ષથી સાંજના સમયથી વીજ પ્રવાહ (ખોરવાઈ)બંધ થઈ જાય છે સંધ્યાકાળે જ વીજ પુરવઠો ખોરવાઈ જતા ગૃહિણીઓને રસોઈ બનાવવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે દિવસ દરમ્યાન માત્ર ચારથી પાંચ કલાકનું લાઈટની સુવિધા મળે છે. તેથી વંચિત રહેલા લોકોના પરિવારમાં નાના બાળકો અને વૃદ્ધ માણસોને તથા મહિલા ઓને અંધકારમય જીવન જીવી રહ્યા છે. ગામમાં જ્યોતિ ગ્રામ યોજના થકી લાઈટ ન હોવાથી બાળકોને પણ શિક્ષણમાં ડીજીટલ અને ઓનલાઈનમાં અગવડતા વધી રહી છે સાથોસાથ આર્થીક અને સામાજિક મુશ્કેલીઓ વધી રહી છે.આગાઉ ગામના આગેવાનો દ્વારા વિજ કચેરીને અરજી કરવામાં આવી હતી.જેના પ્રતિઉતર માં ૨૪ કલાક ઘર વપરાસ માટે વિજ પુરવઠો આપવામાં આવતો હતો પણ કોઈ કારણોસ ૨૦૧૩ પછી ૨૪ કલાકનો વિજ પુરવઠો સંદતર બંધ કરી દેવામાં આવ્યો છે જેના લીધે ૬૮ જેટલા પરિવારો છેલ્લા ૧૧ વર્ષથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જ્યોતી ગ્રામ યોજના થકી ૨૪ કલાક ઘરવપરાસ લાઈટ પૂરું પાડવા યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્થાનિકો વિરપુર વિજ કચેરી તેમજ વિરપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપી જ્યોતિગ્રામ યોજના હેઠળ ઘર વપરાશના વીજ કનેક્શનોને આવરી લેવા માંગણી કરવામાં આવી છે....
રિપોર્ટર પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.