કાલાવડમાં ખેડુતો વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો - At This Time

કાલાવડમાં ખેડુતો વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો


કાલાવડમાં ખેડુતો વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો હતો..કાલાવડ શહેરમાં આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે કાલાવડ તાલુકાના ખેડૂતો એ હંગામો કર્યો હતો.કાલાવડ તાલુકાના બાદનપર, વાવડી,ખંઢેરા મોટાવડાલા,ખાનકોટડા,મછલીવડ,
સહિત તાલુકા ના 20 થી વધુ ગામના ખેડૂતો વીજ કચેરી ખાતે એકઠા થયા હતા.વીજ વિભાગની કચેરીમા ખેડુતો રોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો.ખેડૂતો એ જણાવ્યું કે ખેતરમાં ટી.સી ખરાબ થઇ જાય તો તેનું સમારકામ બે દિવસમાં થવું જોઇએ પરંતુ પીજીવીસીએલ ના અધિકારીઓ 10 દિવસ સુધી કોઈ ફરિયાદ પણ લેતા નથી.આ ઉપરાંત પુરતો સમય વિજળી ન મળતા સિંચાઈ માટે ખેડૂતોને મુશ્કેલ થાય છે.ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ દ્વારા રજુઆત સાંભળવાને બદલે ફરિયાદી પર ગાજવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારાથી નહિ થાય તમે લોકો ઉચ્ચ લેવલે રજુઆત કરો.ખેડૂતો દ્વારા વીજ પુરવઠા બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.સમયસર વીજળી ન મળતા ખેતરમાં ઉભેલ પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતો એ ચિંતા વ્યક્ત કરી.વીજ વિભાગને રજૂઆત કરતા પુરતો સ્ટાફ ના હોવાથી મુશ્કેલીઓ થતી હોવાનું અધિકારીએ જણાવ્યું.વીજ અધિકારીઓ લાજવાને બદલે ગાજવા લાગ્યા.એક સપ્તાહમાં વીજપ્રશ્ને ઉકેલ નહી આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.