એર ઈન્ડિયાની ફ્લાઈટના ફૂડમાં વંદો નીકળ્યો:મા-દીકરાને ફૂડ પોઈઝનિંગ થયું, પીડિતાએ કહ્યું- મને એર ઈન્ડિયામાં મુસાફરી કરતાં ડર લાગે છે - At This Time

એર ઈન્ડિયાની ફ્લાઈટના ફૂડમાં વંદો નીકળ્યો:મા-દીકરાને ફૂડ પોઈઝનિંગ થયું, પીડિતાએ કહ્યું- મને એર ઈન્ડિયામાં મુસાફરી કરતાં ડર લાગે છે


દિલ્હીથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ફૂડમાં એક વંદો મળી આવ્યો હતો. ઘટના 17 સપ્ટેમ્બરની છે. એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને મામલાની માહિતી આપી હતી. પેસેન્જર મહિલાએ જણાવ્યું કે તેને અને તેના 2 વર્ષના પુત્રને ફૂડ પોઈઝનિંગ થયું હતું. હવે તે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરે. એર ઈન્ડિયાએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરશે. ફૂડ સર્વ કરતી એજન્સી સાથે પણ વાત કરશે. મહિલાની ફરિયાદ 2 મુદ્દામાં વાંચો... 1. મા-દીકરો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા
સુયશા સાવંત નામની મહિલા તેના બે વર્ષના બાળક સાથે દિલ્હીથી ન્યૂયોર્ક જઈ રહી હતી. આ દરમિયાન નાસ્તામાં ઓમેલેટ પીરસવામાં આવી હતી. તેણે પુત્ર સાથે નાસ્તો કર્યો. નાસ્તા દરમિયાને તેમને વંદો દેખાયો. હું નર્વસ થઈ ગઈ. થોડા જ સમયમાં મને પેટમાં દુખાવો થવા લાગ્યો. મહિલાએ જણાવ્યું કે આ પછી તેને અને તેના પુત્રને ફૂડ પોઈઝનિંગ થયું. 2. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવામાં ડર લાગે છે
મહિલાએ જણાવ્યું કે તેનો પરિવાર મોટાભાગે એર ઈન્ડિયામાં મુસાફરી કરે છે. ઘણી વખત ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે વંદો નીકળવો એ એક મોટી ઘટના છે. હવે અમને એર ઈન્ડિયા સાથે મુસાફરી કરતા ડર લાગે છે. એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ફૂડમાંથી બ્લેડ મળી હતી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરના ભોજનમાંથી બ્લેડ મળી આવી હતી. મુસાફરે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. આ પોસ્ટ પછી, 16 જૂન, રવિવારના રોજ એર ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને એ હકીકત સ્વીકારી કે મુસાફરોના ભોજનમાં બ્લેડ મળી આવી હતી અને માફી માંગી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... આ સમાચાર પણ વાંચો... અમૂલ આઈસ્ક્રીમમાંથી કાનખજૂરો નીકળ્યો:કંપનીએ તપાસ માટે આઇસ્ક્રીમનું બોક્સ પાછું માંગ્યું, નોઈડાની ઘટના નોઈડામાં અમૂલ આઈસ્ક્રીમમાં કાનખજૂરો મળી આવવાના મુદ્દે કંપનીનું નિવેદન બહાર આવ્યું છે. સોમવારે (17 જૂન) અમૂલે ગ્રાહકને આઈસ્ક્રીમ બોક્સ પરત કરવા કહ્યું છે જેમાં કાનખજૂરો મળી આવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.