પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં દેશમાં અગ્રેસર ગુજરાતના પરફોર્મન્સને કેન્દ્ર સરકારની પણ મહોર - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં દેશમાં અગ્રેસર ગુજરાતના પરફોર્મન્સને કેન્દ્ર સરકારની પણ મહોર


પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં દેશમાં અગ્રેસર ગુજરાતના પરફોર્મન્સને કેન્દ્ર સરકારની પણ મહોર
***
વધારાના 2.44 લાખ આવાસ-નિર્માણ કરવા માટે મંજૂરી
***
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં 2024-25ના વર્ષમાં 2 લાખ 99 હજાર આવાસોના લક્ષ્યાંકથી ગુજરાતમાં પ્રતીક્ષા યાદીના લાભાર્થીઓનું 100 ટકા સેચ્યુરેશન સાકાર કરવા રાજ્ય સરકાર સજ્જ
***

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક જરૂરતમંદ પરિવારને પોતિકું આવાસ-છત્ર આપવા શરૂ કરેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી લક્ષ્યાંક સિદ્ધિના પરફોર્મન્સમાં 2016થી ગુજરાતની અગ્રેસરતાને કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર મારી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં 2024-25ના વર્ષ માટે ગુજરાતને આપવામાં આવેલા 54 હજાર આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસોનો લક્ષ્યાંક પી.એમ.એ.વાય.-ગ્રામીણ માટે ફાળવ્યો છે. આ લક્ષ્યાંક સાથે હવે 2024-25ના વર્ષમાં રાજ્યમાં 2 લાખ 99 હજાર પ્રધાનમંત્રી આવાસો ગ્રામીણ ક્ષેત્રોમાં નિર્માણ થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ 2.99 લાખ આવાસો પૂર્ણ થતાં ગુજરાતમાં પી.એમ.એ.વાય.-ગ્રામીણના પ્રતીક્ષા-યાદીના પાત્રતા ધરાવતા બધા જ લાભાર્થીઓને આવરી લેવાની કામગીરી પૂર્ણ થઈ શકશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનો ગ્રામ વિકાસ વિભાગ 2.99 લાખ પી.એમ.એ.વાય.-ગ્રામીણના નિર્માણ દ્વારા 100 ટકા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવાની દિશામાં સજ્જ બન્યો છે.

* * *


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.