જૂની અદાવતનો ખાર રાખી રીક્ષા ચાલક પર નામચીન શખ્સોનો હિંચકારો હુમલો - At This Time

જૂની અદાવતનો ખાર રાખી રીક્ષા ચાલક પર નામચીન શખ્સોનો હિંચકારો હુમલો


મોરબી રોડ, જકાત નાકા પાસે જૂની અદાવતનો ખાર રાખી રીક્ષા ચાલક પર નામચીન શખ્સોએ છરી અને ધોકાથી હિંચકારો હુમલો કરતાં રિક્ષાચાલકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જુના મોરબી રોડ પર ખોડિયારપરા-02, કે.કે.ધોળકિયા સ્કૂલની સામે રહેતાં દિપકભાઈ જીવણભાઈ રામાવત (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અર્જુન રામાવત, કરણ રામાવત, ગંઢી અને અજાણ્યાં શખ્સોના નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે રીક્ષા ડ્રાઈવિંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈ તા.24 ના રાત્રીના સમયે તે તેમના શેઠ સોહિલભાઈની રીક્ષા ભાડે ચલાવે છે. જે રીક્ષા લઈ મોરબી રોડ જકાતનાકા પાસે અવધ હોટલથી આગળ ફ્રૂટની ખરીદિ કરતો હતો. તે દરમ્યાન પાછળથી અચાનક કાળા કલરની કાર ઘસી આવી અર્જુન રામાવત તેના હાથમા છરી સાથે ઉતરેલ અને હાથની આગળીની ઘા ઝીંકી દિધો હતો મ તેની સાથે તેનો પિતરાઈ કરણ રામાવત, ગંઢી અને અજાણ્યો શખ્સો ધોકા સાથે ઉતરી ફટકારવા લાગેલ હતાં.
તેમજ તેમને મારમારતાં હોય તેવો વિડીયો પણ આરોપીએ બનાવેલ હતો.બાદમાં ઘટનાસ્થળે લોકો એકઠાં થતાં આરોપીઓ કારમાં નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અગાઉ તેમની ભત્રીજીની થયેલ પજવણી મામલે અર્જુનની કાકી સાથે ઝઘડો થતાં તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.