રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કામ વગર પડ્યા પાથર્યા રહેતા શખ્સો વિરૂદ્ધ પોલીસની ડ્રાઈવ: 10ની અટકાયત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રધ્યુમનનગરના પીઆઈ બી.એમ. ઝણકાટ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં સિવિલમાં કારણ વગર પડ્યા પાથર્યા રહેતાં 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
અગાઉ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાથી બાઇક ચોરી થઈ હોવાના ગુના દાખલ થયા છે. હજું ત્રણેક દિવસ પહેલા જ ઓપીડી વિભાગમાં નોકરી પર રહેલા સિક્યોરિટી ગાર્ડના ખીસામાંથી મોબાઈલ તફડાવી લેતા પ્ર.નગરમાં ગુનો દાખલ થયો હતો. સિવિલ હોસ્પિટલમાં સોમવાર, બુધવાર અને શુક્રવાર જેવા ટ્રાફિકમાં દિવસે ચોરટાઓ પણ પોતાના મનસુબા પાર પાડવા માટે હોસ્પિટલમાં પહોંચી હાથની કરામતથી દર્દીઓ અને સ્વજનોના મોબાઈલ, પાકીટ સહિતની વસ્તુઓ ચોરી કરી છુમંતર થઈ જતા હોઈ છે.
સિવિલમાં અગાઉ પણ મોબાઈલ,બાઈક, રિક્ષા, બેટરી સહિતની વસ્તુની ચોરી થઈ હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ ચોરી, બાઈક ચોરી તેમજ અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે આજે સિવિલમાં ડ્રાઈવ યોજવામા આવી હતી.જેમાં પ્ર.નગરના પીઆઈ બી.એમ. ઝણકાટ તેમજ જમાદાર જયુભા પરમાર અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અજીતસિંહ જાડેજા સુપરવાઈઝર જગદીશ ચાંદેગરા અને જન્કસિંહ ઝાલાએ કામગરી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.