યાજ્ઞિક રોડ પર મોબાઈલ આઈડીથી ક્રિકેટ સટ્ટો રમતો ઝબ્બે - At This Time

યાજ્ઞિક રોડ પર મોબાઈલ આઈડીથી ક્રિકેટ સટ્ટો રમતો ઝબ્બે


રાજકોટના યાજ્ઞીક રોડથી ટાગાર રોડ તરફ જતાં હનુમાનજીની ડેરી પાસે બેસી મોબાઈલ ફોનમાં એપ્લીકેશન આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો હતો. પીસીબીની ટીમે આરોપીને દબોચી એ.ડીવીઝન પોલીસને હવાલે કર્યો છે. તપાસમાં અમદાવાદ-બોપલનાં શખ્સનું નામ ખુલ્યુ છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળેલી વિગત મુજબ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે યાજ્ઞીક રોડથી ટાગોર રોડ પર જતા માર્ગ પર સ્પેક યુવક ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. સ્થળ પર વોચ ગોઠવી આરોપી રોહન મનોજભાઈ લીંબાણી ઉ.વ.25 રહે.પારસ સોસાયટી શેરી નં.4, ઢેબર રોડ)ને દબોચી લીધો હતો. આરોપી પાસેથી રૂા.5 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો.આરોપી મોબાઈલ આઈડી મારફત શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતા ટેસ્ટ મેચ પર સટ્ટો રમાતો હતો. આરોપી રોહનની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા આરોપીએ કબુલાત આપી હતી કે અમદાવાદનાં બોપલમાં રહેતા ભાવેશ નામનાં શખ્સે આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. હાલ રોહનની ધરપકડ કરી એ ડીવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો છે. રાજકોટના યાજ્ઞીક રોડથી ટાગાર રોડ તરફ જતાં હનુમાનજીની ડેરી પાસે બેસી મોબાઈલ ફોનમાં એપ્લીકેશન આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો હતો. પીસીબીની ટીમે આરોપીને દબોચી એ.ડીવીઝન પોલીસને હવાલે કર્યો છે. તપાસમાં અમદાવાદ-બોપલનાં શખ્સનું નામ ખુલ્યુ છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળેલી વિગત મુજબ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે યાજ્ઞીક રોડથી ટાગોર રોડ પર જતા માર્ગ પર સ્પેક યુવક ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. સ્થળ પર વોચ ગોઠવી આરોપી રોહન મનોજભાઈ લીંબાણી ઉ.વ.25 રહે.પારસ સોસાયટી શેરી નં.4, ઢેબર રોડ)ને દબોચી લીધો હતો. આરોપી પાસેથી રૂા.5 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો.આરોપી મોબાઈલ આઈડી મારફત શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતા ટેસ્ટ મેચ પર સટ્ટો રમાતો હતો. આરોપી રોહનની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા આરોપીએ કબુલાત આપી હતી કે અમદાવાદનાં બોપલમાં રહેતા ભાવેશ નામનાં શખ્સે આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. હાલ રોહનની ધરપકડ કરી એ ડીવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો છે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.