જસદણ ના વિરનગર ની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમા ૩૦ દર્દી એ આખ ની સારવાર લીધેલ જેમા ૧૦ દર્દી ને આંખે આંધાપો થતા ઑપરેશન રૂમ શીલ કરાયા ચકચાર મચી
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલ ફ્રી માં આંખના ઓપરેશન કરતી હોસ્પિટલ છે. દર્દીઓને ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવે છે. જેમાં 30 જેટલા આંખના દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 જેટલા દર્દીઓને આંખે અંધાપો આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં ડોક્ટરની બેદરકારી સ્પષ્ટ રીતે જણાય આવે છે. રાજકોટ અને ગાંધીનગર થી આવેલ આરોગ્ય ટીમે હોસ્પિટલમાં કરી તપાસ, આરોગ્ય વિભાગે શિવાનંદ હોસ્પિટલમાં તપાસ કરી ઓપરેશન વિભાગ સિલ કર્યા છે. શિવાનંદ હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા, સોમવારે 30 દર્દી માંથી 10 જેટલા દર્દીઓને આંખની અસર થઈ, આંખની અસર થયેલ દર્દીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા, આંખની અસર થયેલ દર્દીને જરૂર પડ્યે ટ્રસ્ટ મદદ કર છે તૅવુ ટ્રસ્ટી અશોકભાઇ મહેતા ઍ જણાવ્યું છે, 30 માંથી 10 દર્દીઓ આંધળા થતાં જ અમદાવાદ ની આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના ઓપરેશન રૂમને સીલ મારી દિધા છે. ઓપરેશન બાદ દર્દીઓને અંધાપોનું ઇન્ફેક્શન લાગ્યું હોવાની માહિતી મળતા ચકચાર મચી જવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.