બોટાદ નગરપાલિકાના સ્ટાફ દ્વારા સ્વચ્છતાની સમજુતી આપવામાં આવેલ - At This Time

બોટાદ નગરપાલિકાના સ્ટાફ દ્વારા સ્વચ્છતાની સમજુતી આપવામાં આવેલ


(કનુભાઈ ખાચર દ્વારા )
ભારત સરકારશ્રી દ્વારા ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજી ના જન્મ જયંતિની શ્રધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવાણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર,૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૨૭-૦૯-૨૦૨૪ના રોજ સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ સ્પર્ધા યોજવામાં આવેલ. સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ સ્પર્ધા એસ.ટી.ડેપો તથા ગઢડા રોડ પર યોજવામાં આવેલ. જેમાં દુકાનદાર/લારી/ગલ્લાવાળા દ્વારા ભાગ લીધેલ. તેમજ બોટાદ નગરપાલિકાના સ્ટાફ દ્વારા સ્વચ્છતાની સમજુતી આપવામાં આવેલ. સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ સ્પર્ધામાં જયરાજભાઈ રાઠોડ(ઓ.એસ.),ઉદયભાઈ ખાચર(ઓડીટર), મેહુલભાઈ ચૌહાણ(સેનેટરી ઇન્સ્પેક્ટર), રાજુભાઈ ડેરૈયા(શોપ ઇન્સ્પેક્ટર) દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવેલ. તેમજ નિર્ણાયક તરીકેની કામગીરી આશિષભાઈ ચંદ્રાણી, હરેશભાઈ ભોજક દવારા કરવામાં આવેલ.સદરહું કાર્યક્રમમાં એસ.ટી.ડેપો મેનેજર તથા સ્ટાફ હાજર રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.