વિજાપુર પામોલ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય તમાકુ અંતગર્ત કાયૅકમ યોજાયો - At This Time

વિજાપુર પામોલ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય તમાકુ અંતગર્ત કાયૅકમ યોજાયો


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના પામોલ ખાતે આજરોજ પ્રા.આ. કેન્દ્ર પામોલના આયુષ્યમાન આરોગ્ય મંદિર પામોલ ગામની M.R ચૌધરી સાર્વજનિક હાઇસ્કુલમાં PHC પામોલ MPHS રોહિતભાઈ, MPHW અંકિતભાઈ, શાળાના આચાર્યશ્રી કનુભાઈ ચૌધરીસાહેબ, શાળાના નોડલ શિક્ષકશ્રી ઉષાબેનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીને ઇનામમાં બેગ, દ્વિતીય નંબર લાવનાર વિદ્યાર્થીને ફોલ્ડર ફાઈલ તેમજ તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીને કંપાસ બોક્સ આપવામાં આવેલ હતા. તેમજ ભાગ લેનાર અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રોગ્રામ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ન કરવા તેમજ તેનાથી થતી સામાજિક આર્થિક અને માનસિક પરિસ્થિતિ વિશે સમજ આપી હતી. તેમજ શાળાના દરેક વિદ્યાર્થીને નાસ્તો આપવામાં આવ્યો તેમજ વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
AAM - પામોલ
PHC - પામોલ
Block - વિજાપુર
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.