વિસાવદર કોર્ટમાં "સ્વચ્છતા હી સેવા -૨૦૨૪"ની ઝૂંબેશ હેઠળ ન્યાયાધીશશ્રીઓ, વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા કોર્ટમાં સાફ સફાઈ કરાઈ - At This Time

વિસાવદર કોર્ટમાં “સ્વચ્છતા હી સેવા -૨૦૨૪”ની ઝૂંબેશ હેઠળ ન્યાયાધીશશ્રીઓ, વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા કોર્ટમાં સાફ સફાઈ કરાઈ


વિસાવદર કોર્ટમાં "સ્વચ્છતા હી સેવા -૨૦૨૪"ની ઝૂંબેશ હેઠળ ન્યાયાધીશશ્રીઓ, વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા કોર્ટમાં સાફ સફાઈ કરાઈ.નામદાર ગુજરાત હાઇકોર્ટે ની ગાઈડલાઈન મુજબ અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ.શ્રીમાળીની વિશેષ ઉપસ્થિતિમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન તથા સૂચના મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ તથા કોર્ટ કમ્પાઉન્ડ અને સમગ્ર કોર્ટમાં તથા આસપાસની જગ્યામાં ન્યાયાધીશશ્રીઓ, વિસાવદર બાર એસોસિએશનના વકીલો અને કોર્ટ સ્ટાફ દ્વારા વિસાવદર નગરપાલિકાના કર્મચારીઓ સાથે જાતે સાવરણા લઈ સાફ સફાઈ કરવામાં આવેલ, જો કે વિસાવદર કોર્ટની અન્ય સરકારી કચેરીઓના પ્રમાણમાં સૌથી સ્વચ્છ અને સાફ સફાઈ વાળા બિલ્ડીંગ તરીકેની ગણતરી કરવામાં આવે છે,કોર્ટ બિલ્ડિંગમાં કાયમી રીતે સાફસફાઈ કરવામાં આવે જ છે અને નિયમિત રીતે નીકળતો કચરો પણ નગરપાલિકા દ્વારા એકત્રિત કરી લેવામાં આવે છે, જે અંગે ન્યાયાધીશશ્રીઓ પણ હરહંમેશ યોગ્ય સૂચનાઓ અને હુકમો કરે છે. વિસાવદર કોર્ટમાં "સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" અંતર્ગત વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટીના જણાવ્યા અનુસાર સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરની સુખાકારી માટે વિવિધ જગ્યાઓ તથા સરકારી કચેરીઓમાં જાતે જઇ મામલતદાર કચેરી,વિવિધ બેંકો તથા અન્ય સરકારી અર્ધસરકારી કચેરીઓમાં પણ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદની ગાઈડલાઈન મુજબ "સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ" હેઠળ વિસાવદર કોર્ટના મુખ્ય સિવિલ જજ શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન મુજબ જાતે હાજર રહી કોર્ટ સ્ટાફ સાથે જઈ વિવિધ કચેરીઓમાં પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવી સાફ સફાઈ કરવામાં આવેલ હતી અને ૨જી ઓક્ટોબર સુધી હજુ આ કામગીરી ચાલનાર છે.વિસાવદર કોર્ટના યોજાયેલ સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ ત્રિવેદી સાહેબે જણાવેલ કે નામદાર હાઇકોર્ટ તથા સરકારશ્રી દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવેલ છે તે મુજબ આપણે આપણા ઘર,મકાન ઓફીસ કે ધંધાના સ્થળે તથા દરેક જાહેર જગ્યામાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજી પ્રથમથી જ સ્વચ્છતા રાખવી જોઈએ અને જ્યાં ત્યાં ગંદકી કરવી જોઈએ નહીં આવી ગંદકીથી મચ્છર જન્ય રોગનો ફેલાવો થાય લોકોના આરોગ્ય ઉપર તેની અસર થાય તેમજ લોકોનું આરોગ્ય જોખમાય છે દરેક વ્યક્તિ દ્વારા આ બાબતની કાળજી રખાય તે જરૂરી છે તેમજ આ બાબતે સરકાર કહે તે પહેલાં જ સાફ સફાઈ જાતે જ કરવી જોઈએ તેવું જણાવેલ હતું.જો કે અત્રે ઉલ્લેખનીય છે કે વિસાવદર કોર્ટના ન્યાયાધીશશ્રીઓ દ્વારા કોઈપણ વ્યક્તિ કોર્ટ પ્રિમાઇસીસ માં પાન, માવો કે ગુટખા ખાઈને આવે નહિ તે માટે ખાસ કાળજી રાખવા સતત સૂચનાઓ અપાઈ રહી છે અને તેના કારણે પણ કોર્ટમાં ચોખ્ખાઈ છે.
આ સાફ સફાઈ કાર્યક્રમમાં બાર એસોસિએશન ના સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ,સુબોધ ભાઈ સેવક,રાજુભાઇ દવે,અસ્વીનભાઈ દુધરેજીયા, વીજયભાઈ જેઠવા,ફારૂકભાઈ કાળવાતર,અતુલભાઈ દવે તથા વિસાવદર કોર્ટના રજિસ્ટ્રાર એસ.જે.લક્કડ તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.