જામનગર દરેડ GIDCમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, રોકડ રૂપિયા સાથે પકડાયા - At This Time

જામનગર દરેડ GIDCમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, રોકડ રૂપિયા સાથે પકડાયા


દરેડ GIDCમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, રોકડ રૂપિયા સાથે પકડાયા

જામનગર: પંચકોશી બી ડીવીઝન પોલીસે દરેડ GIDCમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 10,280ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસને મળેલી બાતમીના આધારે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરેડ GIDCમાં વોચ ગોઠવી હતી. દરમિયાન, શીવ સર્કલ પાસેના ખુલ્લા પ્લોટમાં ત્રણ શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 10,280ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

પકડાયેલા આરોપીઓમાં બદાભાઈ સોમજીભાઈ અમલીયાર, કૈલાશ જહરૂભાઈ મેહડ અને મુકેશભાઈ ગણપતભાઈ બઘેલનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.