સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ, તાલાલા અને કોડીનાર નગરપાલિકા દ્વારા વેપારીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરાયાં - At This Time

સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ, તાલાલા અને કોડીનાર નગરપાલિકા દ્વારા વેપારીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરાયાં


‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ, તાલાલા અને કોડીનાર નગરપાલિકા દ્વારા વેપારીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરાયાં
----------
વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ
----------
ગીર સોમનાથ તા.૨૭: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં ‘’સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાનનું આહ્વાન કર્યું છે.

આ સફાઈ અભિયાન અંતર્ગત વેરાવળ, તાલાલા અને કોડીનાર નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેપારીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો દ્વારા વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા, તાલાલા નગરપાલિકા અને કોડીનાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

આજરોજ ત્રણેય નગરપાલિકા દ્વારા વેપારીઓ, શેરી ફેરીયાઓ અને ગલ્લા વિક્રેતાઓને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ વિજેતાઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યાં હતાં.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.