શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં સંસ્કૃત અને તેના મહત્વ વિશે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યાશાળા યોજાઈ* ————-
*શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં સંસ્કૃત અને તેના મહત્વ વિશે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યાશાળા યોજાઈ*
-------------
*"વસુધૈવ કુટુંબકમ્" અને "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના સૂત્રને ચરિતાર્થ કરતી નીતિ એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦*
*-શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ*
-------------
*રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન, ભારતીય પરંપરા અને ભારતીય વિચાર પર ભાર આપવામાં આવ્યો છે.*
*-ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. ચેતન ત્રિવેદી*
-------------
ગીર સોમનાથ, તા.૨૭: શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા.૨૬ અને ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ એમ બે દિવસ દરમિયાન NEP-2020 “संस्कृत में पाठ्यक्रम एवं पाठ्यचर्चा पर्यालोचन” વિષયક રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ હતી.
આ કાર્યશાળામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ શિક્ષણ નીતિમાં મૂળમાં રાષ્ટ્ર ઘડતરની વાત જોડાયેલી છે. ચરિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્રનિર્માણના હેતુથી ઘડવામાં આવેલી આ નીતિ યુવાનોના બૌદ્ધિક અને સામાજીક રીતે સર્વાંગી વિકાસ અને ભારતીય જ્ઞાન, ભારતીય પરંપરા અને ભારતીય વિચારને અનુસરતી શિક્ષણ નીતિ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચર્ચા સભામાં વિદ્યાર્થીઓથી લઈ અને કુલપતિ સુધી તમામે ભાગ લીધો હતો. અને સંસ્કૃત અંગે જે મનોમંથન કર્યું હતું તેનું નવનીત ભવિષ્યમાં શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્કૃત અને સંસ્કૃતના અભ્યાસ માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એ પીઠ છે. જેનો સંસ્કૃત ભાષાનો બહોળો ફેલાવો કરવામાં સિંહફાળો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષામાં વ્યવહારિક શિક્ષણ અને સમયાનુકૂલ શિક્ષણ પરત્વે ચિંતા અને ચિંતનના સમન્વયથી ચર્ચા કરવાની આજે તાતી જરૂર છે. આમ કહી તેમણે યુનિવર્સિટી દ્વારા સંચાલિત સંભાષણ વર્ગથી સંસ્કૃતનો પાયો વધુ મજબૂત થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિએ સમાજ ઉપયોગી સંસ્કૃત અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ આયામો વિશે જણાવતાં કહ્યું હતું કે, રાષ્ટ્રિય શિક્ષણ નીતિ-૨૦૨૦એ "વસુધૈવ કુટુંબકમ્" અને "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના સૂત્રને ચરિતાર્થ કરતી નીતિ છે. જેમ શરીરના વિકાસ માટે ખોરાકની જરૂર છે, એમ મગજના વિકાસ માટે જ્ઞાનની જરૂર છે. ભારતીય ઇતિહાસમાં જોઈએ તો ગુરુ અને શિષ્યની પરંપરા ખૂબ જૂની છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ આયામો વિશે ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું હતું કે, આ શિક્ષણનીતિ આધુનિક સમાજ સાથે સામાજીક પાસાઓ પર પણ ભાર આપે છે. પરંપરાગત શિક્ષણ તો આ નીતિના મૂળમાં છે પણ ગુણવત્તા સર્વોપરી છે. સંસ્કૃત એક પ્રાચીન ભાષા છે. ભારતીય પરંપરા અને ભારતીય ઢબને અનુકૂળ રીતે રજૂ કરતી નીતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. રોજબરોજમાં અપડેટ રહેવું અને નવી જાણકારી વિશે અવગત રહેવું જરૂરી છે. જે આ નવી શિક્ષણનીતિ શીખવે છે
ડો.જાનકીશરણ આચાર્યએ ભારતમાં ફેલાયેલી વિશ્વભરની યુનિવર્સિટીઓમાં વેદ અને પુરાણોનું જ્ઞાન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંસ્કૃતના મહત્વ અને વિચારવિનિમય રજૂ કર્યા હતાં.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલે મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે પ્રો.રાજેશ વ્યાસે આભારવિધિ કરી હતી.
આ સમાપન સમારોહમાં યુનિવર્સિટી સંચાલિત કૉલેજના પ્રધાનાચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા, ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા મંડળના ઉપપ્રમુખ શ્રી ડૉ.રઘુભાઈ જોશી, શ્રી એન.પી.સિંહ સહિત શિક્ષણવિદો, ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી સંસ્કૃતભાષાના વિદ્વાનો, અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00,000,000,000,00000,0000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.