પાટડીમા ભુગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. - At This Time

પાટડીમા ભુગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમા ભુગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ શિવમ્ સોસાયટીમા ભૂગર્ભ ગટર ન હોવાના કારણે દૂષિત પાણી નિકાલ કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આથી સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં પાટડી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતાં અને રોષ ઠાલવ્યો હતો વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામા નથી આવી રહ્યુ આ બાબતે પાટડી નગરપાલિકાના પ્રમુખ દ્વારા થોડા સમયમાં સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવશે તેવી હર્યા ધારણા આપવામાં આવી હતી છેલ્લા કેટલાક મહિનાઓથી પાટડી નગરની જનતા ભુગર્ભ ગટરના ઉભરાતા પાણીથી ત્રસ્ત થઈ ઉઠી છે પાટડી નગરના વિરમગામ દરવાજા બહાર, ઈન્દિરાનગર, વેલનાથનગર, કલાડા દરવાજા સહિત ચારેય દિશામાં ભૂર્ગભ ગટરના નીરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ નથી આવી રહ્યુ તો બીજી તરફ શિવમ્ સોસાયટીમા ભૂગર્ભ ગટર ન હોવાથી પાણી નિકાલ માટે સમસ્યા ઉદ્ભવી રહી છે ત્યારે શીવમ્ સોસાયટીની મહિલાઓની ધિરજ ખુટતા પાટડી નગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પાલિકા પ્રમુખની સામે રોષ ઠાલવી સંભળાવ્યું હતુ કે તમને પ્રજાની સમસ્યાના નિરાકરણ માટે બેસાડ્યા હોવા છતાં લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવી શકતા નથી તમે માત્ર મત લેવા જ આવો છો, કહી બળાપો ઠાલવ્યો હતો પાટડી નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન ચંદારાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નજીકના સમયમાં ભુગર્ભ ગટર યોજનાની બીજા તબક્કાની ગ્રાન્ટ આવવાની છે તેમાં ભૂગર્ભ ગટર બનાવી આપવામાં આવશે અને આથી જલ્દીથી જલ્દી સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતુ. અને તાત્કાલિક પાલિકાના કર્મચારીને મોકલી વૈકલ્પિક રીતે સમસ્યાનું નિવારણ લાવવામાં સુચના આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.