બોટાદ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો: 2024 : પાવર ડ્રીવન ચાફ કટરની ખરીદી પર કાનિયાડ ગામના લાભાર્થી ગોવિંદભાઈ પરમારને રૂપિયા 18,000ની સબસીડી અપાઈ
(ચેતન ચૌહાણ દ્વારા)
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે. જેથી સમય શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. કીંમતી સાધનોની ખરીદી પર ધરતીપુત્રોને ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને પાવર ડ્રીવન ચાફ કટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા રૂપિયા 18000 બે માંથી જે ઓછું હોય તેનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કૃષિ અને સહકાર વિભાગ દ્વારા બોટાદ જિલ્લાના કાનિયાડ ગામના લાભાર્થી ગોવિંદભાઈ પરમારને રૂપિયા 18,000ની સબસીડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.પોતાનો અનુભવ જણાવતાં લાભાર્થીના પૌત્રએ જણાવ્યું હતું કે, અમે સરકારશ્રીના આભારી છે, ચાફ કટરથી ખુબજ સરળતાથી ઘાસ કાપી શકાય છે, ઓછી મહેનતે ઝડપથી કામ થાય છે અને તેની ગુણવત્તા પણ જળવાયેલી રહે છે.આ ઉપરાંત ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થી જસમતભાઈ મેરને પણ વિદ્યુત સંચાલિત ચાફ કટર યોજના અંતર્ગત 18,000ની સહાય આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.