જિલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે સફાઈ કર્મી રસિકભાઈને કરાયા સન્માનિત - At This Time

જિલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે સફાઈ કર્મી રસિકભાઈને કરાયા સન્માનિત


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમારના વરદ હસ્તે સફાઈ મિત્રશ્રી રસિકભાઈ ગોપાલભાઈ સાંકળીયાને સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મી શ્રી રસિકભાઈ ગોપાલભાઈ સાંકળીયા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત તરઘરા ગામે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હોવાથી સન્માનીત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.