પતિ અને સાસુના અસહ્ય ત્રાસથી કંટાળી 24 વર્ષીય નવોઢાએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો ’તો - At This Time

પતિ અને સાસુના અસહ્ય ત્રાસથી કંટાળી 24 વર્ષીય નવોઢાએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો ’તો


અંબિકા ટાઉનશીપમાં આઈકોન હેરીટેઝમાં નવોઢાએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. પતિ અને સાસુના અસહ્ય ત્રાસથી કંટાળી પગલું ભરી લીધાનું સામે આવતાં મૃતક નવોઢાના પિતાએ ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગે વાપીના ચંડોળ ગામે રહેતાં ધર્મેશભાઇ જેન્તીભાઇ સોલકી (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જીત પ્રફુલ શોભાષણા, ભાવનાબેન પ્રફુલ શોભાસણાનું નામ આપતાં તાલુકા પોલીસે મરવા મજબુર અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ચંડોળ ગામમાં નીશુ હેરઆર્ટ નામથી સલુન ચલાવે છે.
તેમને સંતાનમા એક દીકરી અને એક દીકરો છે. દીકરી નીમીષા (ઉ.વ.24)ના લગ્ન નવ મહીના પહેલા રાજકોટના જીત શોભાષણા સાથે થયેલ હતા. તેઓની દીકરી લગ્ન થઇ ગયાં બાદ તેમના પતિ જીત, સાસુ ભાવનાબેન અને સસરા પ્રફુલભાઈ સાથે રાજકોટમાં રહેતી હતી. ગઇ તા.25 ના સવારના સમયે તેમની દીકરી નીમીષાનો ફોન આવેલ કે, મારા પતિ જીત મને રાખવા માંગતો નથી અને મને પીયર મુકી જવાનુ કહે છે. મારા સાસુ અવાર નવાર હેરાન કરે છે, સાસુએ મારી પાસેથી લગ્ન વખતે આપેલા ઘરેણા પણ લઇ લીધેલ છે.
હવે મારે શું કરવુ તેમ વાત કરતા તેમને જણાવેલ કે, બેટા હું જીત સાથે વાત કરી લઈશ અને તને હેરાન નહીં કરે તેમ વાત કરી દીકરીને સમજાવેલ હતી. ત્યારબાદ તેઓએ જીત સાથે વાત કરતા તેને જણાવેલ કે, હવે મારે તમારી દીકરીને રાખવી નથી તમે તમારી દીકરીને તેડી જાવ તેમ જણાવ્યું હતુ. જેથી તેમને કહેલ કે, બેટા લગ્નજીવનમા થોડુ જતું કરવુ પડે તું અને નીમીષા થોડા દીવસ અહી આવતા રહો એટલે સારૂ થઇ જશે તેમ કહી સમજાવેલ હતો.
ત્યારબાદ બપોરના સમયે તેમની દીકરીના સાસુ ભાવનાબેનનો ફોન આવેલ કે, નીમીષા અગાશી પરથી પડી ગયેલ છે, તેને શરીરે વાગેલુ છે, તમે રાજકોટ આવી જાવ તેમ વાત કરેલ હતી. બાદમાં ફરીવાર દીકરીના સાસુને ફોન કરતાં તેમને જણાવેલ કે, નીમીષા અગાસી પરથી પડી જતા તેમનુ અવસાન થયેલ છે. જેથી તેઓ પરિવાર સાથે રાજકોટ દોડી આવેલ અને સીવીલ હોસ્પિટલે પહોંચી જોયું તો તેમની દીકરીની લાશનું પી.એમ. કરાવેલ હતુ. ત્યા તેમનો જમાઇ જીત હાજર હોય અને તેને વાત કરેલ કે, નીમીષા ગઇકાલ બપોરના બે વાગ્ય અમે રહીએ છીએ તે બીલ્ડીંગની અગાશી પરથી પડી જતા તેને શરીરે અને માથાના ભાગે ઇજા થતા તેમનું મોત થયેલ છે.
બાદમાં પુત્રીની અંતિમવિધિ કરી પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની દીકરી નીમીષાના લગ્નના ચારેક મહીના બાદ અવાર નવાર તેમને જણાવતી કે, મારા સાસુ ભાવનાબેન અવારનવાર નાની નાની વાતમા પતિને મારા વિરુધ્ધ ભડકાવે છે મને માનસીક ત્રાસ આપે છે. તેમજ જીત પણ પોતાના મમ્મીની વાતો માની મને પીયર મુકી જવાની તથા છોડી મુકવાની વાત કરે છે.
મારા સાસુ મારા બીજા સંબધીઓને પણ ફોન કરી મારા વિરૂધ્ધ ખોટી વાતો કરી માનસીક ત્રાસ આપે છે, હવે આ બન્નેએ મારૂ જીવવુ મુશ્કેલ કરી દીઘેલ છે, તેમ અવાર નવાર જણાવતી હતી.તેઓની પુત્રીએ તેના પતિ અને જમાઈના ત્રાસથી કંટાળી એપાર્ટમેન્ટની અગાસી પરથી પડતુ મુકી પોતાનુ જીવન ટુકાવેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.