તિરુપતિ લાડુ વિવાદ- પોલીસ જગનને નોટિસ પાઠવી શકે છે:પૂર્વ CM 28 સપ્ટેમ્બરે વિશેષ અનુષ્ઠાન કરશે; 9 સભ્યોની SITએ તપાસ શરૂ કરી
જગન મોહન રેડ્ડી 28 સપ્ટેમ્બરે ભગવાન વેંકટેશ્વર મંદિરમાં વિશેષ અનુષ્ઠાન કરવાના છે. આ કારણે પોલીસે શુક્રવારે YSR કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકરોને પોલીસ એક્ટની કલમ 30નું ઉલ્લંઘન ન કરવા નોટિસ જાહેર કરી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, તિરુમાલા જતા પહેલા રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા બાદ પોલીસ પૂર્વ મુખ્યમંત્રીને નોટિસ પણ આપી શકે છે. આમાં માંગ કરવામાં આવશે કે તેઓ ભીડ એકઠી ન કરે. આ તરફ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી 9 સભ્યોની SITએ તિરુપતિના પ્રસાદમમાં પશુની ચરબી મળવાના કેસની તપાસ શરૂ કરી છે. એસઆઈટીના લીડર ગુંટુર રેન્જ આઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠી છે. લાડુનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુએ 18 સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે YSR કોંગ્રેસ સરકાર દરમિયાન તિરુપતિ મંદિરના લાડુમાં પશુની ચરબી, વનસ્પતિ તેલ અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હતું. જગનના તિરુપતિ મંદિરની મુલાકાતનું શેડ્યૂલ છે
પૂર્વ સીએમ રેડ્ડી શુક્રવારે સાંજે 4 વાગ્યે ગન્નાવરમ એરપોર્ટથી રેનીગુંટા પહોંચશે અને ત્યાંથી તેઓ તિરુમાલા જશે, જ્યાં તેઓ સાંજે 7 વાગ્યે પહોંચી શકશે. જગન અહીં રાત રોકાઈ શકે છે. 28 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 10.20 કલાકે તેઓ તિરુમાલા ખાતે ભગવાન વેંકટેશ્વરની પૂજા કરવા ગેસ્ટ હાઉસથી નીકળશે. પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લામાં પોલીસ એક્ટની કલમ 30 લાગુ છે. જે જાહેર સભાઓ અને સરઘસ પર પ્રતિબંધ મૂકે છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને તિરુપતિમાં અમુક સ્થળોએ એકઠા થવાનું કહેતી ઘણી પોસ્ટ જોઈ છે. તેથી જગનને કલમ 30 હેઠળ નોટિસ પણ આપી શકે છે. પોલીસે YSRના ઘણા નેતાઓને નોટિસ મોકલી છે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ કરુણાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમને અને પાર્ટીના કેટલાક નેતાઓને મોડીરાતે પોલીસે નોટિસ જાહેર કરી હતી કે તેઓ બહાર ન આવે. જો કે, તેમણે કહ્યું કે TTDના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે તેઓ 7 સભ્યો સાથે દર્શન કરવા માટે હકદાર છે. ખરેખરમાં, જગન દ્વારા 28 સપ્ટેમ્બરે પૂજાની જાહેરાત કર્યા પછી, ટીડીપીએ કહ્યું છે કે જો તે મંદિરના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરશે તો જ તેમને પ્રવેશ મળશે જેમાં લખેલું છે કે તેને ભગવાન બાલાજીમાં વિશ્વાસ છે. પાર્ટીનો આરોપ છે કે આટલા વર્ષોથી તેઓ સહી કર્યા વગર મંદિરમાં જતા હતા.. જગન મોહન રેડ્ડી 2012થી તિરુપતિ મંદિરમાં જાય છે લાડુમાં તમાકુ મળવાનો દાવો પણ ખોટો છે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે પણ 24 સપ્ટેમ્બરે સ્પષ્ટ કર્યું હતું કે લાડુ પ્રસાદમમાં તમાકુના પાઉચ હોવાનો દાવો ખોટો છે. ટીટીડીના સીપીઆરઓ અનુસાર, તિરુમાલામાં શ્રી વૈષ્ણવ બ્રાહ્મણો દ્વારા લાડુ બનાવવામાં આવે છે. જેના માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. દરરોજ લાખો લાડુ તૈયાર કરવામાં આવે છે. આ સિસ્ટમ વિશે ખોટા સમાચાર ફેલાવવા એ દુર્ભાગ્યપૂર્ણ છે. પાંચમાંથી એક સપ્લાયરનું ઘી ટેસ્ટમાં નિષ્ફળ ગયું કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું હતું. તિરુપતિ મંદિરમાં દર છ મહિને 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. જુલાઈ 2023માં કંપનીએ ઓછા દરે સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ જગન સરકાર (YSRCP) એ 5 કંપનીઓને સપ્લાયનું કામ સોંપ્યું હતું. આમાંની એક એઆર ડેરી ફૂડ્સ ડિંડીગુલ, તમિલનાડુની છે. આ વર્ષે જુલાઈમાં તેના ઘીમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યું હતું. TDPની સરકાર આવી, જુલાઇમાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો, ફેટ કન્ફર્મ TDP સરકારે જૂન 2024માં વરિષ્ઠ IAS અધિકારી જે શ્યામલા રાવને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના નવા કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે પ્રસાદમની ગુણવત્તા તપાસવાનો આદેશ આપ્યો. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ પ્રસાદનો સ્વાદ અને ગુણવત્તા સુધારવા માટે ઘણાં સૂચનો આપ્યાં હતાં. તેમજ ઘીના નમૂના ટેસ્ટિંગ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ગુજરાત મોકલવામાં આવ્યા હતા. જુલાઈમાં સામે આવેલા રિપોર્ટમાં ફેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી, TTDએ તામિલનાડુના ડીંડીગુલની એઆર ડેરી ફૂડ્સ દ્વારા મોકલવામાં આવેલ ઘીનો સ્ટોક પરત કર્યો અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો. આ પછી TTDએ કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું હતું. જૂના સપ્લાયર પાસેથી 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘી ખરીદવામાં આવતું હતું. હવે તિરુપતિ ટ્રસ્ટ કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) પાસેથી 475 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘી ખરીદી રહ્યું છે. ઘીની શુદ્ધતા પરીક્ષણ લેબ NDDB CALF (આણંદ, ગુજરાત) ઘીની શુદ્ધતા ચકાસવા માટે તિરુપતિને એક મશીન દાનમાં આપવા સંમત થઈ છે. તેની કિંમત 75 લાખ રૂપિયા છે. CM નાયડુએ લેબ રિપોર્ટ કર્યો સાર્વજનિક, વિવાદ વધ્યો જુલાઈમાં સામે આવેલા રિપોર્ટમાં લાડુમાં પશુની ચરબી હોવાની પુષ્ટિ થઈ હતી. જો કે ટીડીપીએ બે મહિના બાદ રિપોર્ટ જાહેર કર્યો હતો. સીએમ નાયડુએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ જગન સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં લાડુ માટે વપરાતા ઘીમાં પશુની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હતું. ટીડીપીએ પણ લેબ રિપોર્ટ બતાવીને પોતાના આરોપોની પુષ્ટિ કરવાનો દાવો કર્યો છે. નાયડુએ કહ્યું, જ્યારે બજારમાં ઘી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું, ત્યારે જગન સરકારે 320 રૂપિયામાં કિલો ઘી ખરીદ્યું. આવી સ્થિતિમાં, સપ્લાયર દ્વારા ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવી જોઈએ. જગન સરકાર દ્વારા ઓછી કિંમતના ઘીની ખરીદી અંગે તપાસ થશે. પશુઓની ચરબી ધરાવતા ઘીમાંથી બનેલા લાડુથી તિરુપતિ મંદિરની પવિત્રતા ખરડાઈ છે. 300 વર્ષ જૂનું રસોડું, માત્ર બ્રાહ્મણો બનાવે છે 3.5 લાખ લાડુ તિરુપતિ મંદિર વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી ધનાઢ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. દરરોજ લગભગ 70 હજાર ભક્તો અહીં ભગવાન વેંકટેશ્વર સ્વામીનાં દર્શન કરે છે. તેનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્સ (TTD) દ્વારા નિયંત્રિત થાય છે. મંદિર પરિસરમાં બનેલા 300 વર્ષ જૂના રસોડા 'પોટુ'માં શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરીને દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય પ્રસાદ છે, જે લગભગ 200 બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવે છે. લાડુમાં શુદ્ધ ચણાનો લોટ, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે. જાન્યુઆરી 2024માં રામમંદિરના અભિષેક સમયે ટ્રસ્ટે લગભગ એક લાખ લાડુ અયોધ્યા મોકલ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.