રાજકોટ બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાંખવા બદલ હોસ્પિટલ પાસેથી ચાર્જ વસુલ કરવામાં આવ્યો - At This Time

રાજકોટ બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાંખવા બદલ હોસ્પિટલ પાસેથી ચાર્જ વસુલ કરવામાં આવ્યો


રાજકોટ શહેર તા.૨૭/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર પંચવટી સોસાયટી ખાતે આવેલ જલારામ રઘુકુળ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. જલારામ રઘુકુળ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકીની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર વી.એમ.જીંજાળા ના માર્ગદર્શન હેઠળ વોર્ડનં.૮ના સેનીટરી ઇન્સ્પેકટર નિલેશ ડાભી દ્વારા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણ અન્ય જગ્યાએ ન ફેકતા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.