જામનગર નજીક ફલ્લા પાસે હિટ એન્ડ રનના બનાવ માં આઘેડનું મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો
જામનગર નજીક ફલ્લા પાસે હિટ એન્ડ રનના બનાવ માં આઘેડનું મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો
અન્ય જુદાજુદા બે વાહન અકસ્માતમાં એક એડવોકેટ સહિત બે વ્યક્તિ ને નાની-મોટી ઇજા: અકસ્માત સર્જનાર સામે પોલીસ ફરિયાદ
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે ફરીથી હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને એક અજ્ઞાત આઘેડનો ભોગ લેવાયો હતો. જે મામલે પોલીસે આજ્ઞાત વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામની ગોલાઈ પાસે કોઈ અજાણ્યા વાહન ના ચાલકે એક અજ્ઞાત આધેડને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને વાહનચાલક ભાગી છૂટ્યો હતો. જે બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અકસ્માત સર્જીને ભાગી છુટનારા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ ચલાવાઈ છે.
અન્ય બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે, જેમાં એક એડવોકેટ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બન્યા છે, જેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં શરુ સેક્શન રોડ પર રહેતા અને વકીલાત ની પ્રેક્ટિસ કરતા નિખિલભાઇ કેશવજીભાઈ પરમાર (૨૬) કે જેઓ ગુરુદ્વારા ચોકડી થી પોતાનું બાઈક લઈને લાલ બંગલા તરફ પોતાના મિત્ર સાથે જઈ રહ્યા હતા.
જે દરમિયાન સામેથી આવી રહેલા જીજે -૧૦ ડી એમ ૫૦૪૯ નામના અન્ય ટુ-વ્હીલર ના ચાલકે ઠોકરે ચડાવી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
ત્રીજો અકસ્માત જામનગરમાં સાંઢિયા પુલ પાસે બન્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા આકાશ મોહનભાઈ ડાભી નામના ૨૦ વર્ષના બાઈક ચાલક ને સામેથી પુર ઝડપે આવી રહેલી જી.જે. ૧૦ એ.સી. ૧૧૫૧ નંબરની કારના ચાલકે ઠોકરે ચડાવી ગંભીર સ્વરૂપે ઘાયલ કર્યો છે જેથી તેને સારવાર માટે જીજે હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાનના માતા નીતાબેન મોહનભાઈ ડાભીએ કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.